નવી દિલ્હીઃ પીએમ મોદીએ મહાત્મા ગાંધીની 150મી જયંતીને યાદગાર બનાવવા માટે ક્રિએટિવ અને એન્ટરટેનમેંટ વર્લ્ડના સભ્યો સાથે મુલાકાત કરી હતી. આ સમારોહત લોક કલ્યાણ માર્ગ 7 નવી દિલ્હીમાં આયોજીત કરવામાં આવ્યો હતો.

પીએમ મોદીએ સમારોહમાં સંબોધન કરતા જણાવ્યું, આપણા દેશમાં રચનાત્મકતાની અપાર શક્તિ છે. રચનાત્મકતાની આ ભાવનાની હાલ ખૂબ જરૂર છે. મહાત્મા ગાંધીના આદર્શોને લોકપ્રિય બનાવવા હવે ફિલ્મો અને ટેલીવિઝનની દુનિયાના લોકો સારું કામ કરી રહ્યા છે. ગાંધી સાદગીના પર્યાય છે.



અભિનેતા આમિર ખાને કહ્યું, સૌથી પહેલા હું પીએમ મોદીની આ પહેલની પ્રશંસા કરું છું. તેમણે બાપુના આદર્શોને લોકપ્રિય બનાવવા અંગે વિચાર્યું. હું પીએમ મોદીને આશ્વાસન આપું છું કે અમે અમારાથી શકય તમામ પ્રયત્ન કરીશું.



કિંગખાન શાહરૂખે કહ્યુ, અમને બધા લોકોને એક સાથે ભેગા કરવા માટે હું પીએમ મોદીનો આભાર માનુ છું. બાપુ માટે કઇંક કરવું ગર્વની વાત છે. મને લાગે છે કે આપણે લોકોએ ગાંધીજીનો ફરીથી દેશ અને દુનિયામાં પરિચય કરાવવાની જરૂર છે. આજે બાપુના કારણે આપણે એક સાથે આવ્યા છીએ.


પીએમ મોદીએ તમામ સ્ટાર્સને ગુજરાતની મુલાકાત લેવાની અપીલ કરી. તેમણે કહ્યું કે, એક વખત ગુજરાતના દાંડીમાં બાપુ દ્વારા કરવામાં આવેલા કામોને જોજો. દાંડીમાં બાપુના બનેલા સંગ્રહાલયને જોવા એક વખત જજો. સ્ટેચ્યુ ઓફ યૂનિટિને જોવા જરૂર જજો. લોખંડી પુરુષ સરદાર પટેલના આદર્શોને જાણવા ગુજરાત જજો. ગુજરાત બાપુ અને સરદાર પટેલની ધરતી છે.


પાકિસ્તાનનું નામ સાંભળીને જ ભડકતો આ ભારતીય ક્રિકેટર પાકિસ્તાની બાળકી માટે બન્યો દેવદૂત, જાણો વિગતે

ઈકોનોમી સુધારો, કોમેડી સર્કસ ન ચલાવોઃ પ્રિયંકા ગાંધીનો ભાજપ પર પ્રહાર

અમેરિકાની એજન્સી FBIના ટોપ-10 મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં વિરમગામના યુવકનું નામ, પત્નીની કૂરતાપૂર્વક કરી હતી હત્યા

ગુજરાતના કયા વિસ્તારમાં અચાનક જોવા મળ્યો વાતાવરણમાં પલટો? વરસાદ થાય તેવા એંધાણ ? જાણો વિગત