PM Modi Gujarat Visit Live: PM મોદીએ GMDC ગ્રાઉન્ડ ખાતે 8000 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ

Pm Modi Gujarat Visit: વડાપ્રધાન મોદી ત્રીજી વખત PM બન્યા બાદ પહેલી વખત ગુજરાતના પ્રવાસે છે. જાણીએ 2 દિવસ દરમિયાનનો તેમનો સંપૂર્ણ કાર્યક્રમ શું છે અને કયાં વિકાસ કાર્યોની આપશે ભેટ

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 16 Sep 2024 05:23 PM

બ્રેકગ્રાઉન્ડ

Pm Modi Gujarat Visit: PM મોદી  કાલથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે. ઉલ્લખનિય છે કે, ત્રીજા વાર વડાપ્રધાન બન્યા બાદ તેઓની આ પહેલી ગુજરાતની મુલાકાત છે. તેઓ  બે દિવસ ગુજરાતના...More

60 વર્ષ બાદ દેશની જનતાએ ઈતિહાસ રચ્યો

પ્રધાનમંત્રી મોદીએ GMDC ગ્રાઉન્ડ ખાતે જનમેદનીને સંબોધતા કહ્યું,   60 વર્ષ બાદ દેશની જનતાએ ઈતિહાસ રચ્યો,  સતત ત્રીજી વખત એક જ સરકારને કામ કરવાની તક પૂરી પાડી છે. ત્રીજી ટર્મમા અભૂતપૂર્વ નિર્ણયો લેવાની મે ગેરંટી આપી હતી.