American company survey :અમેરિકી ડાટા ફર્મેના સર્વેનું તારણ છે કે, PM મોદી દુનિયામાં સૌથી લોકપ્રિય અને સ્વીકાર્ય રાજનેતા છે. દુનિયાભરના લોકપ્રિય નેતા પર નજર રાખનાર કંપની મોર્નિગ કન્સલ્ટન્ટે તેમના સર્વેમાં કહ્યું કે, 75 ટકા લોકોએ PM મોદીના નેતૃત્વ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તો 20 ટકા લોકોએ તેમને સ્વીકાર નથી કર્યાં. કુલ મળીને 55 ટકા લોકોએ માન્યું છે કે, PM મોદી સૌથી વધુ સ્વીકાર્ય રાજનેતા છે. આ સર્વે અમેરિકા, ફ્રાન્સ,બ્રાઝિલ, જાપાન, સહિત દુનિયાના 13 લોકતાંત્રિક દેશોમાં થયો હતો.
સર્વે મુજબ બીજા સ્થાને પર જર્મનના ચાંસલર અંજેલા મર્કેલ છે. જેમણે માત્ર 24 ટકા લોકોનું સમર્થન મળ્યું છે. તો બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનના કામકાજને લઇને મોટાભાગને લોકોને તેમનો અસ્વીકાર કર્યો છે તેમને ઓછું સમર્થન મળ્યું છે. જાપાનના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ટવિટર પર તેની જાણકારી આપતા કહ્યું કે, આ પીએમ મોદીના સક્ષમ નેતૃત્વનું પ્રમાણ છે. તેમજ આ ભારત માટે ગર્વની વાત છે. ભારતની 91 ટકા જનતાનું માનવું છે કે, મોદી સરકારે કોરોનાની મહામારીમાં સારૂ કામ કર્યું..
રક્ષામંત્રી રાજનાથે કહ્યું કે, આ ભારત માટે ગર્વની ક્ષણ છે. દુનિયાની પીએમ મોદીની શાખ કેવી છે તેનું આ પ્રમાણ છે. જે ભારતીય માટે ખુશી અને ગર્વની વાત છે.કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, 13 દેશોના સર્વેમાં પીએમ મોદીનું પ્રથમ સ્થાન ખૂબ ગૌરવન વાત છે. પીએમ મોદી દુરંદેશી નેતા છે અને દેશના વિકાસ માટે તેમના માઇન્ડમાં એક સુનિશ્ચિત વિઝન છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પીએમ મોદીને આ સંબંધે શુભકામના પાઠવી છે. યોગી આદિત્યનાથે કહ્યું કે, દુનિયાના પ્રતિષ્ઠિત ફર્મના સર્વેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સર્વોધિક લોકપ્રિયતા મળી તે ગૌરવની વાત છે. તેમનું શાનદાર મેનેજમેન્ટ હંમશા સરાહનિય રહ્યું છે. આ સર્વેનું તારણ તેમના અભૂતપૂર્વ નેતૃત્વનું પ્રમાણ છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિહે કહ્યું કે, સર્વાધિક લોકપ્રિય નેતા આપણા દેશના પીએમ છે. તે ખરેખર ખૂબ જ ખુશી અને ગર્વની વાત છે.