Teachers Day 2021: Teachers Day 2021:આજથી 17 સપ્ટેમ્બર સુધી ‘શિક્ષક પર્વ’નું આયોજન કરાશે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 44 શિક્ષકોને કરશે પુરસ્કૃત
આજે દેશભરમાં શિક્ષક દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ અવસરે શિક્ષકોના બહુમુલ્ય યોગદાનનું સન્માન આપવા રાષ્ટ્રીય શિક્ષા નીતિ (એનર્ઇપી) 2020ના એક મહત્વનું પગલા તરફ આગળ વધવા માટે ગત વર્ષની જેમ આ વર્ષે પણ શિક્ષક પર્વ 2021 મનાવવામાં આવી રહ્યું છે.
શિક્ષક પર્વ વર્ચુઅલ રીતે આજથી 17 સપ્ટેમ્બર સુધી મનાવવામાં આવશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે એક વર્ચુઅલ કાર્યક્રમ અંતર્ગત 44 શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરશે. આ સાથે 44 શિક્ષકો પર એક ડોક્યુમેન્ટરી પણ બતાવવામાં આવશે.
ભવિષ્યના નાગરિક બનાવવાની સાથે શિક્ષકોની મસ્તિષ્કને આકાર આપનારની ઉત્કૃષ્ટ ક્ષમતાને નવાજવા માટે 1958માં રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારની શરૂઆત કરવામાં આવી હતી. પ્રાથમિક અને માધ્યમિક શાળામાં કામ કરતા પ્રતિભાશાળી શિક્ષકોને પુરસ્કૃત કરવામાં આવે છે.
17 સપ્ટેમ્બર સુધી શિક્ષક દિવસના પર્વ અનુસંઘાને વેબિનાર, ડિબેટ,પ્રસ્તુતિકરણ, ચર્ચા સહિતના અનેક કાર્યક્રમનું આયોજન કરાશે. શિક્ષા નિષ્ણાત તેમના અનુભવો, મત અને ભવિષ્યના શિક્ષણ ક્ષેત્રના રોડમેપને રજૂ કરશે. સંબંધિતિ રાજ્યોના એસસીર્ઇઆરટી (SCERT) અને ડાયટ પણ દરેક વેબિનારમાં આગળ આવીને ચર્ચા કરશે.
દિલ્લી સરકાર મનાવશે આભાર દિવસ
દિલ્લીના મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ શનિવારે કહ્યું કે, દિલ્લી સરકાર આજે શિક્ષક દિવસના પર્વ આભાર દિવસ મનાવશે. જે અંતર્ગત 122 શિક્ષકોને સન્માનિત કરાશે.જેમને કોવિડની મહામારી દરમિયાન પણ શ્રેષ્ઠ રીતે કતર્વ્યને અદા કર્યું છે. ઉપરાંત દિલ્લી સરકાર દ્રારા 2 શિક્ષકોને રાજકુમાર અને સુમન અરોડાને ફેસ ઓફ ડીઓઇ પુરસ્કાર પ્રદાન કરવામાં આવશે.આ શિક્ષકોને આજે આભાર દિવસમાં આયોજીત કાર્યક્રમ અંતર્ગત સન્માનિત કરવામાં આવશે,
ઉપમુખ્યમંત્રીએ કહ્યું કે, ભારતી કાલરા અને રાની ભારદ્વાજને પણ વિશેષ પુરસ્કાર આપવામાં આવશે.જેમને મહામારી દરમિયાન વિદ્યાર્થીઓને ટેબલેટ ઉપકરણ અપાવ્યાં હતા. ઉલ્લેખનિય છે કે સન્માનિત શિક્ષકોની સંખ્યા દર વર્ષે 103 હોય છે . જે આ વર્ષે વધારીને 122 કરી દેવાઇ છે.