ભોપાલ: વડાપ્રધાન નરેંદ્ર મોદીએ મહાન ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદની જન્મભૂમિ ભાભરા ગામ પહોંચીને ‘70 વર્ષ આઝાદી, યાદ કરો કુર્બાની’ કાર્યક્રમની શરૂઆત કરી અને દેશ માટે કુર્બાન થનાર આ મહાન યોદ્ધાને શ્રદ્ધાંજલિ આપી હતી.


આ અવસરે વડાપ્રધાન નરેંદ્ર મોદીએ દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમની સાથે સાથે દેશની હાલની પરિસ્થિતિ ઉપર પણ પોતાની વાત રાખી, તેમને કહ્યું કે આપણા ઝંડા આપણને ભારતના ભવિષ્યને બદલવા માટે પ્રેરિત કરે છે અને આપણામાં દેશભક્તિની ભાવનાને જગાડવાનું કામ કરે છે.

કાશ્મીરની હાલની પરિસ્થિતિને જણાવતા મોદીએ કહ્યું, ‘અમે કાશ્મીરમાં શાંતિની અપીલ કરીએ છીએ. અને જે યુવાઓના હાથમાં લેપટૉપ હોવું જોઈતું હતું, તેમને પથ્થર પકડાવામાં આવે છે.’

મોદીએ આગળ કહ્યું, ‘કાશ્મીર અમન ઈચ્છે છે, પોતાની જિંદગી જીવવા માટે કાશ્મીર જે રીતની મદદ ઈચ્છે છે કેંદ્ર તે રીતે તેમને મદદ કરવા તૈયાર છે. અમે કાશ્મીરમાં વિકાસ ઈચ્છીએ છીએ. કાશ્મીરમાં કેંદ્ર શાસિત સરકાર હોય કે મહેબૂબાજી સીએમ હોય, અમે દરેક મુશ્કેલીઓનો રસ્તો વિકાસથી શોધવા માંગીએ છીએ.’ જે આઝાદી હિંદુસ્તાનમાં છે, તેવી જ આઝાદી કાશ્મીરમાં જોવા માંગીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે દરેક કાશ્મીરીઓનું ભવિષ્ય એવી રીતે ચમકતું જોવા માંગીએ છીએ જેવી રીતે ભારતના યુવાઓનું છે.’ આ અવસરે મોદીએ કોંગ્રેસને ધન્યવાદ આપતા કહ્યું, હું કોંગ્રેસને ધન્યવાદ આપું છું કારણ કે તેમને કાશ્મીરની પરિસ્થિતિને બહુ સાવધાની પૂર્વક હલ કરી છે.