PM Modi speech live: 'ઓપરેશન સિંદૂર એ અપાર બહાદુરીનું પ્રદર્શન છે', પીએમ મોદીએ રાષ્ટ્રને સંબોધનમાં કહ્યું

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ૯ આતંકવાદી ઠેકાણાઓનો ખાતમો બોલાવાયો અને ૧૦૦થી વધુ આતંકવાદીઓ ઠાર થયા બાદનું પ્રથમ સંબોધન, સમગ્ર દેશની નજર; પહેલગામ હુમલાનો બદલો લેવા ભારતે ૭ મેના રોજ કાર્યવાહી કરી હતી.

gujarati.abplive.com Last Updated: 12 May 2025 08:47 PM

બ્રેકગ્રાઉન્ડ

PM Modi speech live: પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે 'ઓપરેશન સિંદૂર' હાથ ધર્યા બાદ અને ત્યારબાદ ભારત-પાકિસ્તાન વચ્ચે ૧૦ મેના રોજ યુદ્ધવિરામ જાહેર થયાના બે દિવસ પછી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી...More

PM Modi Live: 'જે એરબેઝ પર પાકિસ્તાન ગર્વ કરતું હતું તેને નુકસાન પહોંચાડ્યું છે'

પીએમ મોદીએ કહ્યું, "ભારતીય ડ્રોન અને મિસાઇલોએ ચોકસાઈથી હુમલો કર્યો. તેમણે પાકિસ્તાની વાયુસેનાના એરબેઝને નુકસાન પહોંચાડ્યું, જેના પર પાકિસ્તાનને ખૂબ ગર્વ હતો. શરૂઆતના ત્રણ દિવસમાં ભારતે પાકિસ્તાનને એટલો બધો વિનાશ કર્યો કે તેણે કલ્પના પણ નહોતી કરી. ભારતની આક્રમક કાર્યવાહી પછી, પાકિસ્તાન બચવાના રસ્તા શોધવા લાગ્યું અને ખરાબ રીતે હાર ખાધા પછી, 10 મેના રોજ બપોરે, પાકિસ્તાની સેનાએ અમારા DGMOનો સંપર્ક કર્યો."