BJP સ્થાપના દિવસ પર PM મોદીએ કહ્યું- 21મી સદીમાં જન્મ લેનારા યુવા ભાજપ સાથે
ભાજપના સ્થાપના દિવસ પર પીએમ મોદીએ સંબોધન કર્યું.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, જે લોકો બીજેપીના ઘોર વિરોધીઓ છે હું તેમનું પણ સન્માન કરું છું. પદ્મ પુરસ્કારને લઈ અમારી સરકારે જે કામ કર્યુ છે તે ઐતિહાસિક છે.
મોદીએ કહ્યું ભાજપ પાસે કાર્યકર્તાઓની ફોજ છે. જે જમીન પર રહીને કામ કરે છે પરંતુ ફ્રંટમાં દેખાતા નથી. બીજેપી વિશ્વની સૌથી મોટી પાર્ટી છે. બીજેપીનો મતલબ દેશહિત છે. બીજેપીનો મતલબ વંશવાદ-પરિવારવાદની રાજનીતિથી મુક્તિ છે.
પીએમ મોદીએ કહ્યું કે, દેશમાં રાજકીય સ્વાર્થ માટે પક્ષ છોડી દે છે. પણ ભાજપમાં ક્યારેય આમ થયું નથી. કટોકટીના સમયે ભાજપના અનેક નેતાઓને જેલમાં નાંખી દેવામાં આવ્યા હતા.
ડો. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાનની શક્તિના કારણે આપણે તે સપનું પૂરું કરી શક્યા છીએ. કલમ 370ને હટાવીને કાશ્મીરને બંધારણીય અધિકાર આપી શક્યા.
ગત વર્ષે કોરોનાએ સમગ્ર દેશમાં અભૂતપૂર્વ સંકટ ઉભું કર્યુ હતું. ત્યારે આપણે સુખ દુખ ભૂલીને દેશાવાસીઓની સેવામાં લાગ્યા રહ્યા હતા. સેવા જ સંગઠનનો સંકલ્પ લીધો અને તે માટે કામ કર્યું
ડો.શ્યામાપ્રસાદ મુખર્જી, પંડિત દિનદયાળ ઉપાધ્યાય, અટલ બિહારી વાજપેયી, કુશાભાઉ ઠાકરે, રાજમાતા સિંધિયા સહિત અગણિત વ્યક્તિઓને ભાજપના પ્રત્યેક કાર્યકર્તાઓ તરફથી હું શ્રદ્ધાસુમન આપું છું.
મોદીએ ભાજપ સ્થાપના દિવસ પર કાર્યકર્તાઓને અભિનંદન આપ્યા હતા. જે બાદ તેમણે કહ્યું પાર્ટીના ગૌરવશાળી ઈતિહાસના આજે 41 વર્ષ પૂરા થઈ રહ્યા છે. આ 41 વર્ષ સેવા અને સમર્પણ સાથે પાર્ટી કઈ રીતે કામ કરે છે તેના સાક્ષી છે.
બ્રેકગ્રાઉન્ડ
નવી દિલ્હીઃ પીએમ મોદીએ ભાજપના સ્થાપના દિવસ પર કાર્યકર્તાઓને સંબોધન કર્યુ હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -