PM Modi Mann Ki Baat LIVE Update: આઝાદીના 75 વર્ષ પૂર્ણ થશે, 15 ઓગસ્ટ સુધી તમારા DP પર તિરંગો લગાવો
Mann Ki Baat: પ્રસાર ભારતી આ કાર્યક્રમને તેના AIR નેટવર્ક પર 23 ભાષાઓ અને 29 બોલીઓમાં પ્રસારિત કરે છે.
ચેન્નાઈમાં 44મી ચેસ ઓલિમ્પિયાડની યજમાની કરવી એ ભારત માટે પણ એક મહાન સન્માનની વાત છે. આ ટુર્નામેન્ટ 28મી જુલાઈએ જ શરૂ થઈ છે અને મને તેના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવાનો લહાવો મળ્યો. થોડા દિવસો પહેલા, ધોરણ 10 અને 12 નું પરિણામ પણ દેશભરમાં જાહેર કરવામાં આવ્યું છે, હું તે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપું છું જેમણે તેમની મહેનત અને સમર્પણથી સફળતા પ્રાપ્ત કરી છે.
યુવાનોએ દરેક ક્ષેત્રમાં દેશને ગૌરવ અપાવી રહ્યા છે. સિંધુ, ચોપડા સહિત અનેક રમતવીરોએ દેશનું નામ રોશન કર્યુ છે. ખેલાડીઓ માટે જુલાઈ એક્શનથી ભરપૂર છે. તમામ ખેલાડીઓને હાર્દિક શુભકામના.
દેશમાં બનેલા રમકડાની નિકાસ થઈ રહી છે. સંસ્કૃતિના આધારે રમકડાનું નિર્માણ થઈ રહ્યું છે. વિદેશી રમકડાની આયાત 70 ટકા ઘટી છે. દેશમાં બનેલા રમકડા વિશ્વમાં પહોંચી રહ્યા છે. સ્થાનિક રમકડા ભારતીય પરંપરા મુજબના હોય છે.
ખેડૂતો મધના ઉત્પાદનમાં કમાલ કરી રહ્યા છે. મધના ઉત્પાદનથી ખેડૂતોની હાલત સુધરી છે. દેશમાં અનેક ખેડૂતો મધ ઉત્પાદન સાથે જોડાયા છે.
આયુષ ક્ષેત્રમાં અનેક સ્ટાર્ટઅપ સામે આવી રહ્યા છે. ઔષધીઓને લઈ અનેક પ્રયાસ થઈ રહી છે. કોરોનામાં ભારતીય પારંપરિક પદ્ધતિ કારગર સાબિત થઈ. કોરોના સામે વિશ્વની લડાઈ ચાલુ છે.
અમૃત મહોત્સવ એક જન આંદોલન બન્યું છે. 13 થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગાનું આયોજન કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર તિરંગાનો ફોટો લગાવો, તમારા ઘર પર તિરંતો ફરકાવો. 2જી ઓગસ્ટ એ આપણા રાષ્ટ્રધ્વજની ડિઝાઈન તૈયાર કરનાર પિંગાલી વેંકૈયા જીની જન્મજયંતિ છે. હું તેમને મારી આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
ભારત આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરશે. તમામ મહાન ક્રાંતિકારીઓને મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ. આજના દિવસે શહીદ ઉધમસિંહને નમન. દેશ માટે આ વર્ષ ખૂબ ખાસ છે.
ભારત આ વખતે કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે અને સતત મેડલ જીતી રહ્યું છે. ભારતની મીરાબાઈ ચાનુએ વેઈટલિફ્ટિંગમાં શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે. તેના સિવાય અન્ય કેટલાક ભારતીય ખેલાડીઓએ પણ મેડલ ભારતની કોથળીમાં નાખ્યા છે. બીજી તરફ ભારતને કેટલાક વધુ મેડલ મળવાની આશા છે. હવે પીએમ મોદી તેમના મન કી બાત કાર્યક્રમમાં આનો ઉલ્લેખ કરી શકે છે.
બ્રેકગ્રાઉન્ડ
PM Modi Mann Ki Baat: PM મોદી મહિનાના છેલ્લા રવિવારે ફરી એકવાર 'મન કી બાત' કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 11 વાગ્યે તેમના માસિક રેડિયો કાર્યક્રમ "મન કી બાત" દ્વારા તમામ દેશવાસીઓને સંબોધન કર્યું. દર મહિનાના છેલ્લા રવિવારે સવારે 11 વાગ્યે ઓલ ઈન્ડિયા રેડિયો અને ડીડી ચેનલો પર પ્રસારિત થનારા કાર્યક્રમ 'મન કી બાત'નો આ 91મો એપિસોડ છે. આ કાર્યક્રમમાં પીએમ ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરે છે.
23 ભાષાઓમાં પ્રસારણ
પ્રસાર ભારતી આ કાર્યક્રમને તેના AIR નેટવર્ક પર 23 ભાષાઓ અને 29 બોલીઓમાં પ્રસારિત કરે છે. આ ઉપરાંત પ્રસાર ભારતી તેની વિવિધ ડીડી ચેનલો પર હિન્દી અને અન્ય ભાષાઓમાં કાર્યક્રમના વિઝ્યુઅલ વર્ઝનનું પ્રસારણ પણ કરે છે. દર મહિને યોજાનારા આ કાર્યક્રમ માટે ભાજપ પણ ખાસ તૈયારીઓ કરે છે. આ માટે શહેરો અને ગામડાઓમાં રેડિયો લગાવવામાં આવે છે અને પીએમની ‘મન કી બાત’ લોકોને એકસાથે સાંભળવામાં આવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -