નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે રવિવારે મુલાકાત કરી હતી અને બંન્ને નેતાઓએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વાતચીત કરી હતી. રાષ્ટ્રપતિ ભવનના અધિકારીઓએ આ જાણકારી આપી હતી. તાજેતરના દિવસોમાં દેશને કોરોના મહામારી  સામે લડવું પડ્યું છે તો બીજી તરફ ચીમ સહિત પાડોશી દેશો સાથે સરહદી વિવાદના કારણે પડકારનો સામનો કરવો પડી રહ્યો છે.




રાષ્ટ્રપતિ ભવને બેઠક બાદ ટ્વિટ કર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ કોવિંદ સાથે મુલાકાત કરી હતી અને તેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ સાથે જોડાયેલી જાણકારી આપી હતી.



આ બેઠક એવા સમયે થઇ છે જ્યારે પૂર્વી લદ્દાખની ગલવાન ઘાટીમાં 15 જૂનના રોજ ચીન અને ભારતીય સૈનિકો વચ્ચે હિંસક ઝડપ થઇ હતી. બાદમાં વડાપ્રધાન મોદી લેહની મુલાકાતે ગયા હતા અને જવાનોને સંબોધિત કર્યા હતા.