Lok Sabha Elections 2024 Latest News: લોકસભા ચૂંટણી 2024ના પરિણામો બાદ નવી સરકારની રચનાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, સૂત્રોનો દાવો છે કે જો નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સતત ત્રીજી વખત ચૂંટણી જીતે છે, તો PM 9 જૂને શપથ લઈ શકે છે.


આ અહેવાલ અનુસાર, આ બાબતથી પરિચિત બે લોકોએ આ વાતની પુષ્ટિ કરી છે. તેમનું કહેવું છે કે આ સંભવિત સમારોહ માટે કામચલાઉ પ્લાન ગયા મહિને તૈયાર કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને છે. આ પછી 4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થશે.


2014 અને 2019 માં ક્યારે લીધા હતા શપથ ? 
2014માં ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકારે 26 મે એટલે કે સોમવારે શપથ લીધા હતા. તે વર્ષે પરિણામ 16 મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. 2019 માં, NDA સરકારે 30 મે (ગુરુવારે) શપથ લીધા હતા. તે વર્ષે પરિણામ 23 મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું.


ઉપબલ્ધિઓને બતાવવા માટે આઉટડૉરમાં શપથનો પ્લાન 
અગાઉ બંને પ્રસંગે સરકારનો શપથ સમારોહ રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં યોજાયો હતો, પરંતુ સૂત્રોનું કહેવું છે કે આ વખતે ભાજપ શપથ સમારોહ માટે બહારની જગ્યા શોધવાનો પ્રયાસ કરી રહી છે, જ્યાં મોટી સંખ્યામાં મહેમાનો બેસી શકે. આ માટે એક સંભવિત વિકલ્પ કર્તવ્ય પથ છે, જે સરકારના મહત્વાકાંક્ષી સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનું કેન્દ્રબિંદુ છે. હિન્દુસ્તાન ટાઈમ્સના જણાવ્યા અનુસાર, બે અધિકારીઓમાંથી એકે નામ જાહેર ન કરવાની શરતે કહ્યું, "આ વિચાર શપથ ગ્રહણ દરમિયાન એક પૃષ્ઠભૂમિ રાખવાનો છે જે ભવિષ્ય માટે સરકારની સિદ્ધિઓ અને વિઝનને દર્શાવે છે."


આ કારણથી વધુ તેજ થઇ શપથ સમારોહની અટકળો 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંભવિત ત્રીજા શપથ ગ્રહણ સમારોહની ચર્ચા સોમવારે શરૂ થઈ જ્યારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ની કાર્યકારી બેઠકમાં કહ્યું કે પાર્ટી 10 જૂને તેનો સ્થાપના દિવસ ઉજવી શકશે નહીં. કારણ કે તે શપથ ગ્રહણ સમારોહમાં વ્યસ્ત હોઈ શકે છે.


દૂરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડિયોને પણ મળી ચૂક્યા છે નિર્દેશ 
સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકારની માહિતી અને પ્રસારણ શાખામાં 24 મેના રોજ સંભવિત શપથ ગ્રહણ સમારોહની રીતભાત પર એક બેઠક યોજાઈ હતી અને તેમાં જાહેર પ્રસારણકર્તાઓ ઓલ ઈન્ડિયા રેડિયો અને દૂરદર્શનના અધિકારીઓએ પણ હાજરી આપી હતી. મીટિંગમાં અધિકારીઓને 2019 માં 8,000 થી વધુ મુલાકાતીઓ માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું હતું.


જી-7 બેઠકનું નિમંત્રણ સ્વીકાર કરી ચૂક્યા છે પીએમ મોદી 
અન્ય એક અધિકારીએ જણાવ્યું કે ઇવેન્ટનું જીવંત પ્રસારણ કરવા માટે લગભગ 100 કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે. અમને 4 જૂન પછી 4-5 દિવસ શપથ ગ્રહણ સમારોહની તૈયારી કરવા માટે કહેવામાં આવ્યું છે. દરમિયાન પ્રસાર ભારતીના સીઈઓ ગૌરવ દ્વિવેદીએ જણાવ્યું હતું કે, "માનક પ્રૉટોકોલ મુજબ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે." તમને જણાવી દઈએ કે મોદીએ 13 અને 14 જૂને ઈટાલીમાં યોજાનારી G-7 બેઠકમાં ભાગ લેવાનું આમંત્રણ સ્વીકારી લીધું છે. આવી સ્થિતિમાં જો એનડીએ જીતે છે તો 10 જૂને શપથ ગ્રહણ થવાની સંભાવના વધુ છે.