નવી દિલ્લી: બુધવારે શરુ થનારા શિયાળા સત્રમાં વિપક્ષની તૈયારી સામે રણનીતિ ઘડવા આજે ભાજપની સંસદીય દળની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પ્રધાનમંત્રી મોદી પણ હાજર રહ્યા હતા. બેઠકમાં પાર્ટી અધ્યક્ષ અમિત શાહ, પ્રધાનમંત્રી મોદી સહિત ભાજપનાં સંસદીય દળનાં નેતાઓ ઉપસ્થતિ રહ્યા હતા. ભાજપનું સ્પષ્ટ માનવુ છે કે, કાળા નાણાને લઈને 500-1000ની નોટ અંગે પીએમ મોદીએ કરેલા નિર્ણયને લઈને લોકોમાં ખુશી છે. પરંતુ એસટીએમ અને બેંક બહાર લોકોને કલાકો ઉભા રહેવુ પડે છે. તેને કૉંગ્રેસ, સપા, બસપા સહિતના પક્ષો મુદ્દો બનાવીને સરકારનો પ્રયત્ન કરી શકે છે. જોકે, સંસદમાં પાર્ટીનું વલણ સ્પષ્ટ કરતા અમિત શાહે જણાવ્યું કે, સરકારના નિર્ણયથી એવા લોકો પરેશાન છે કે, જે જેઓ કાળા નાણા અને નશીલા પદાર્થોના વેપાર સાથે સંકળાયેલા છે.