PM Modi Participates Ganpati Puja: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે નવી દિલ્હીમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડના ઘરે ગણપતિ પૂજા સમારોહમાં ભાગ લીધો હતો. આ દરમિયાન પીએમ મોદી સીજેઆય ડીવાય ચંદ્રચુડ અને તેમના પત્ની સાથે ભગવાન ગણેશની આરતી અને પૂજા કરતા જોવા મળ્યા હતા. મુખ્ય ન્યાયાધીશના નિવાસસ્થાને યોજાયેલા સમારોહ દરમિયાન પ્રધાનમંત્રીએ પરંપરાગત મહારાષ્ટ્રીયન ટોપી પહેરી હતી.
આ સમગ્ર કાર્યક્રમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે પીએમ નરેન્દ્ર મોદી ગણપતિ પૂજામાં ભાગ લઈ રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદીનું સ્વાગત સીજેઆઈ ચંદ્રચુડ અને તેમની પત્નીએ કર્યું હતું. બાદમાં પ્રધાનમંત્રીએ ગણપતિ આરતી કરી હતી. આ પ્રસંગે પીએમ મોદી સાથે સીજેઆઈ અને તેમની પત્ની કલ્પના દાસ ચંદ્રચુડ પણ પૂજા સ્થળ પર હાજર હતા.
પીએમ મોદી મરાઠી લુકમાં જોવા મળ્યા
આ વીડિયોમાં જોઈ શકાય છે કે,પ્રધાનમંત્રી મોદી અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડના ઘરે આયોજિત પૂજામાં તે પરંપરાગત મરાઠી ટોપી પહેરીને જોવા મળે છે. આ દરમિયાન તે મરાઠી માનુસ લુકમાં જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં ગણપતિ પૂજા ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષના અંતમાં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે.
દેશભરમાં ગણેશ ઉત્સવનો માહોલ
તમને જણાવી દઈએ કે, ગણેશ ઉત્સવ દર વર્ષે ભાદ્રપદ મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી તિથિથી શરૂ થાય છે. આ ઉત્સવ 10 દિવસ સુધી ચાલે છે. આ અવસર પર લોકો પોતાના ઘરમાં ગણપતિ બાપાની પૂજા કરે છે. 'ગણપતિ બાપ્પા મોર્યા' કહીને તેઓ બાપ્પાને ઘરે બીરાજમાન કરાવે છે અને પૂજા કરે છે. આ વખતે 7 સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થી પર આ તહેવાર સમગ્ર દેશમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ લોકોને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ પાઠવી હતી. બોલિવૂડથી લઈને રમતગમતના ખેલાડીઓ અને વિવિધ મોટી હસ્તીઓ પણ ધામધુમથી ગણેશ ઉત્સવ ઉજવી રહ્યા છે.
આ પણ વાંચો...