Joint Meeting of US Congress : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અમેરિકી પાર્લામેન્ટ (કોંગ્રેસ)ની સંયુક્ત બેઠકને સંબોધવા માટે આમંત્રણ મળ્યું છે. આમંત્રણ મુજબ 22 જૂને પીએમ મોદી અમેરિકી કોંગ્રેસની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. તાજેતરમાં 1 જૂનના રોજ અમેરિકાના આમંત્રણ પર પીએમ મોદીએ આભાર વ્યક્ત કર્યો છે.


પીએમ મોદીએ મંગળવારે  ટ્વીટ કર્યું હતું કે, હું હાઉસ સ્પીકર કેવિન મેકકાર્થી, સેનેટ રિપબ્લિકન નેતા મેકકોનેલ, સેનેટ બહુમતી નેતા ચક શૂમર અને ગૃહના ડેમોક્રેટિક નેતા હકીમ જેફ્રીઝનો હાર્દિક આમંત્રણ માટે આભાર માનું છું.


ટ્વીટમાં પીએમ મોદીએ આગળ લખ્યું હતું કે, તે (આમંત્રણ) સ્વીકારીને હું સન્માનિત છું અને ફરી એકવાર કોંગ્રેસની સંયુક્ત બેઠકને સંબોધિત કરવા માટે ઉત્સુક છું. અમે યુનાઇટેડ સ્ટેટ્સ સાથેની અમારી વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી પર ગર્વ અનુભવીએ છીએ, જે વહેંચાયેલ લોકશાહી મૂલ્યો, મજબૂત લોકો-થી-લોકો સંબંધો અને વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિ માટે અતૂટ પ્રતિબદ્ધતાના પાયા પર બનેલા છે.


કેવિન મેકકાર્થીએ PM મોદીને આમંત્રણ આપતાં કહ્યું કે...


અમેરિકન હાઉસ સ્પીકર કેવિન મેકકાર્થીએ 2 જૂનના રોજ પીએમ મોદી માટે આમંત્રણ પત્ર ટ્વિટ કરીને લખ્યું હતું કે, 22 જૂને યોજાનારી કોંગ્રેસની સંયુક્ત બેઠકમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવું મારા માટે સન્માનની વાત છે. અમેરિકા અને ભારત વચ્ચે કાયમી મિત્રતાની ઉજવણી કરવાની અને બંને દેશો સામેના વૈશ્વિક પડકારો અંગે ચર્ચા કરવાની આ એક ઉત્તમ તક હશે.




Odisha : બાલાસોરમાં ઘટનાસ્થળેથી PM મોદીએ કયા 2 લોકોને કર્યા ફોન???


ઓડિશાના બાલાસોરમાં થયેલી ટ્રેન દુર્ઘટનાને અત્યાર સુધીની સૌથી મોટી રેલ દુર્ઘટનાની યાદીમાં સામેલ કરવામાં આવી રહી છે. આ અકસ્માતમાં લગભગ 278 લોકોના મોત થયા હતા, જ્યારે 1200થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ દુર્ઘટનામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જાણીને નવાઈ લાગશે કે ઘટનાસ્થળે પહોંચેલી રેસ્ક્યુ ટીમને આવા 40 મૃતદેહો મળ્યા હતા જેના પર કોઈ ઈજાના નિશાન નથી. 


આ 40 લોકોના મોત કેવી રીતે નિપજ્યા તે અંગે તપાસ એજન્સીઓ મુંઝવણમાં છે. તેનો જવાબ પોલીસ દ્વારા નોંધાયેલી એફઆઈઆરમાં મળે છે.


બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનામાં, કોરોમંડલ એક્સપ્રેસમાંથી મળી આવેલા લગભગ 40 મૃતદેહો પર કોઈ ઈજાના નિશાન જોવા મળ્યા નથી, જે એક ખુબ જ ચોંકાવનારું છે. ડોકટરો અને તપાસ એજન્સીઓનું માનવું છે કે, તેમના મોત વીજ કરંટથી થયા હતાં. ખુદ ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)એ આ અંગે જાણકારી આપી છે. બાલાસોરના જીઆરપી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર દર્શાવે છે કે, અકસ્માત બાદ ઓવરહેડ વાયર તૂટવાથી મુસાફરોને વીજળીનો કરંટ લાગ્યો હતો અને તેમના કેટલાક કોચમાં જ ફસાઈ ગયા હતા. જેના કારણે તેમના મોત નિપજ્યા હતાં.