PM Modi : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રવિવારે ખ્રિસ્તી ધર્મના તહેવાર ઇસ્ટરના અવસર પર દિલ્હીમાં એક મોટા ચર્ચની મુલાકાત લીધી હતી. પીએમ મોદી સેક્રેડ હાર્ટ કેથેડ્રલ કેથોલિક ચર્ચ પહોંચ્યા હતાં, જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીનો વીડિયો સામે આવ્યો છે.



પીએમ મોદી જેવા ચર્ચમાં પહોંચ્યા કે પાદરીઓએ તેમનું સાલ ઓઢાડીને અને ફૂલોનો ગુલદસ્તો આપીને તેમનું સ્વાગત કર્યું હતું. બાળકોએ સાથે મળીને ચર્ચમાં પ્રાર્થના કરી હતી. આ દરમિયાન ચર્ચમાં સામાન્ય લોકો પણ હાજર હતા. પીએમ મોદીએ શાંત મુદ્રામાં ઈસુ ખ્રિસ્તની પ્રાર્થના સાંભળી હતી.

PM મોદીની ચર્ચ મુલાકાતનો વીડિયો








પીએમ મોદીને ભગવાન ઇસુનું સ્મૃતિ ચિહ્ન અર્પણ કરવામાં આવ્યું

ચર્ચ વતી પીએમ મોદીને ભગવાન ઇસુનું સ્મૃતિ ચિહ્ન પણ અર્પણ કરવામાં આવ્યું હતું. અંતમાં પૂજારીઓ અને બાળકોએ પીએમ મોદી સાથે ફોટોગ્રાફ્સ લીધા હતા. ત્યાર બાદ પીએમ મોદી ચર્ચમાં હાજર સામાન્ય લોકોનું અભિવાદન સ્વીકારીને બહાર આવ્યા હતા. મળતી માહિતી મુજબ પીએમ મોદીના ચર્ચ બાદ બીજેપી હેડક્વાર્ટર પહોંચવાનો સમયપત્રક નક્કી કરવામાં આવ્યો હતો.


પીએમ મોદીએ કહ્યું- હેપ્પી ઈસ્ટર

વહેલી સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લોકોને ઈસ્ટરની શુભેચ્છા પાઠવી હતી. PMએ લખ્યું હતું કે, હેપ્પી ઈસ્ટર! આ ખાસ પ્રસંગ આપણા સમાજમાં સંવાદિતાની ભાવનાને વધુ ઊંડો કરે તેવી પ્રાર્થના. તે લોકોને સમાજની સેવા કરવા અને દલિત લોકોને સશક્ત કરવામાં મદદ કરવા પ્રેરણા આપવી જોઈએ. આ દિવસે આપણે ભગવાન ઇસુ ખ્રિસ્તના પવિત્ર વિચારોને યાદ કરીએ છીએ.

ફાધર ફ્રાન્સિસ સ્વામીનાથને આ રીતે પોતાની ખુશી વ્યક્ત કરી હતી


 






પીએમ મોદીની મુલાકાત પહેલા ચર્ચના પાદરી ફ્રાન્સિસ સ્વામીનાથને ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું હતું કે, આ પહેલીવાર છે જ્યારે કોઈ વડાપ્રધાન ચર્ચની મુલાકાત લઈ રહ્યા છે. ખુશી વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, અમે રોમાંચિત છીએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમારા ચર્ચની મુલાકાત કરી રહ્યાં છે.