PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ', રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન

PM Modi Rajya Sabha Speech: 18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂને શરૂ થયું હતું. જો કે આ દરમિયાન રાજ્યસભાની કાર્યવાહી ચાલુ રહેવાની છે

gujarati.abplive.com Last Updated: 03 Jul 2024 03:27 PM
Parliament Session News: મણિપુરમાં સંઘર્ષનો લાંબો ઈતિહાસ, 10 વખત રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું - PM મોદી

પીએમ મોદીએ કહ્યું કે મણિપુરમાં સામાજિક સંઘર્ષનો લાંબો ઈતિહાસ છે. કોંગ્રેસના લોકોએ એ ન ભૂલવું જોઈએ કે આ કારણે ત્યાં 10 વખત રાષ્ટ્રપતિ શાસન લગાવવું પડ્યું હતું. અમારા કાર્યકાળમાં આવું બન્યું નથી, પરંતુ તેમ છતાં રાજકીય લાભ લેવા માટે આવી વાતો કરવામાં આવી રહી છે.

Parliament Session News: મણિપુર પૂરમાં પણ મદદ મોકલવામાં આવી રહી છે - PM મોદી

પીએમ મોદીએ કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારો દરેક સાથે વાત કરીને શાંતિ અને સૌહાર્દનો માર્ગ ખોલવાના સતત પ્રયાસો કરી રહી છે. અગાઉની સરકારોમાં આવું બન્યું ન હતું. ગૃહમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી ત્યાં રહ્યા છે. ત્યાં જઈને લોકોને જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સરકારી અધિકારીઓ ત્યાં જઈને સમસ્યાનો ઉકેલ લાવી રહ્યા છે. પૂરને પહોંચી વળવા NDRFની ટીમો મણિપુર પહોંચી ગઈ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો પણ કુદરતી આફતોમાં સાથે મળીને મદદ કરી રહી છે.

Parliament Session News: પૂર્વોત્તરમાં શાંતિ માટે સતત પ્રયાસો કરવામાં આવ્યા - PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકાર મણિપુરમાં સ્થિતિને સામાન્ય બનાવવા માટે સતત પ્રયાસો કરી રહી છે. મણિપુરમાં 11 હજાર FIR દાખલ કરવામાં આવી છે. 500 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આપણે સ્વીકારવું પડશે કે મણિપુરમાં હિંસાની ઘટનાઓમાં સતત ઘટાડો થયો છે. આનો અર્થ એ છે કે શાંતિમાં વિશ્વાસ રાખવાનું શક્ય બની રહ્યું છે. આજે મણિપુરના મોટાભાગના વિસ્તારોમાં શાળાઓ, કોલેજો અને ઓફિસો ખુલી રહી છે. જેમ દેશના અન્ય ભાગોમાં પરીક્ષાઓ લેવામાં આવી છે, તેવી જ રીતે તે ત્યાં પણ લેવામાં આવી છે.

Parliament Session News: દેશવાસીઓએ અમને બંધારણની રક્ષા માટે ચૂંટ્યા - PM મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે જો આ ચૂંટણી બંધારણ બચાવવાની હોય તો લોકોએ 1977માં અમને ચૂંટીને બંધારણને બચાવ્યું હતું. 1977ની ચૂંટણીએ બતાવ્યું હતું કે કેવી રીતે ભારતના લોકોની નસોમાં લોકશાહી જીવંત છે. દેશની જનતાએ તે સમયે સત્તામાં રહેલા લોકોને જડમૂળથી ઉખેડી નાખ્યા હતા. આ વખતે જો બંધારણની રક્ષા માટે ચૂંટણી હતી અને દેશવાસીઓએ અમને તેના માટે લાયક ગણ્યા છે.

Parliament Session Live: કોંગ્રેસની SC-ST-OBC વિરોધી માનસિકતા- PM મોદી

પીએમ મોદીએ કહ્યું કે લોકસભા ચૂંટણીમાં સ્પીકરની ચૂંટણીના મુદ્દે દલિતને પણ આગળ કરવામાં આવ્યા હતા. હાર તો હતી પરંતુ બલિ ચઢાવવા માટે એક દલિતને આગળ કરવામાં આવ્યા. તેઓ જાણતા હતા કે તેમનો પરાજય થવાનો છે, પણ તેમણે આગળ કર્યા અને તેમને હરાવી દીધા હતા. 2022માં ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિની ચૂંટણી હતી. સુશીલ કુમાર શિંદેને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે આગળ કરવામાં આવ્યા હતા અને તેઓ પણ હાર્યા હતા. 2017માં પણ હાર નિશ્ચિત હતી તેથી તેમણે મીરા કુમારને આગળ કર્યા. કોંગ્રેસ SC-ST-OBC વિરોધી માનસિકતા ધરાવે છે. આ કારણે તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું અપમાન કર્યું. આ માનસિકતાને કારણે તેઓએ દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિનો પણ વિરોધ કર્યો અને તેમનું અપમાન કર્યું.

Parliament Session Updates: કેટલાક લોકોને રિમોટ પાયલોટથી સરકાર ચલાવવાની આદત છે - PM મોદી

કોંગ્રેસના સાંસદો પર નિશાન સાધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે કેટલાક વિદ્વાનો છે જે કહે છે કે અર્થવ્યવસ્થા આપોઆપ ત્રીજા નંબર પર પહોંચી જશે. આ એવા લોકો છે જેમને ઓટો પાયલોટ અને રિમોટ પાયલોટ પર સરકાર ચલાવવાની આદત છે. એટલા માટે તેઓ કંઈપણ કરવામાં માનતા નથી, તેઓ જાણે છે કે કેવી રીતે રાહ જોવી જોઇએ. પણ આપણે મહેનત કરવામાં પાછળ પડતા નથી. છેલ્લા 10 વર્ષમાં જે કામ થયું છે તેની ગતિ વધારવામાં આવશે.

Parliament Session Updates: આગામી પાંચ વર્ષમાં ભારત ગરીબી સામે વિજયી બનશે - PM મોદી

પીએમ મોદીએ કહ્યું કે આગામી પાંચ વર્ષ મૂળભૂત સુવિધાઓની પરિપૂર્ણતા સુનિશ્ચિત કરવા અને ગરીબી સામે લડવાના છે. આ દેશ આગામી પાંચ વર્ષમાં ગરીબી સામે વિજયી થશે અને હું છેલ્લા 10 વર્ષના અનુભવના આધારે આ કહી રહ્યો છું. જ્યારે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે, ત્યારે તે જીવનના દરેક ક્ષેત્રને અસર કરશે. 













Parliament Session Live Updates: કેટલાક લોકોએ બંધારણ દિવસની ઉજવણીનો વિરોધ કર્યો- PM મોદી

પીએમ મોદીએ કહ્યું કે બંધારણ આપણા માટે કલમોનું સંકલન નથી. આપણા માટે તેનો આત્મા ખૂબ જ કિંમતી છે. અમે માનીએ છીએ કે આપણું બંધારણ કોઈપણ સરકાર માટે દીવાદાંડીનું કામ કરે છે. જ્યારે અમારી સરકારે લોકસભામાં બંધારણ દિવસ ઉજવવાનું કહ્યું ત્યારે કેટલાક લોકોએ તેનો વિરોધ કર્યો હતો. આજે બંધારણ દિવસ દ્વારા તેનું મહત્વ શાળા-કોલેજો સુધી પહોંચી રહ્યું છે.













Parliament Session Live Updates: બંધારણના કારણે ગૃહમાં પહોંચવાની તક મળી - PM મોદી

પીએમ મોદીએ પોતાના ભાષણમાં કહ્યું કે બંધારણ 75 વર્ષથી અસ્તિત્વમાં છે. ગૃહે પણ 75 વર્ષ પૂર્ણ કર્યા છે. મારા જેવા ઘણા લોકો છે જેમના પરિવારના સભ્યો ગામના સરપંચ પણ નથી રહ્યા. પરંતુ આજે તેઓ મહત્વના હોદ્દા પર પહોંચીને દેશની સેવા કરી રહ્યા છે. તેનું કારણ બાબા સાહેબ આંબેડકરનું બંધારણ છે. તેમના કારણે મારા જેવા ઘણા લોકોને અહીં આવવાની તક મળી છે.

Parliament Session Live: 'હજુ 10 વર્ષ થઈ ગયા, હજુ 20 વર્ષ બાકી છે'- PM મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે હું કોંગ્રેસના કેટલાક સાથીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવા માંગુ છું. અમારા એક સાથીદાર તરફથી મેં જોયું કે તેમની પાર્ટી તેમને સમર્થન ન આપી રહી હોવા છતાં તેઓ એકલા ઝંડા લઇને ચાલી રહ્યા હતા. એક તૃતિયાંશ સરકારની તેમણે વારંવાર વાતો કરી હતી.  આનાથી વધુ સારું શું હોઈ શકે કે આપણે 10 વર્ષ પૂરા કર્યા છે. હજુ 20 વર્ષ બાકી છે. હવે માત્ર એક તૃતીયાંશ જ થયું છે. બે તૃતીયાંશ થયું છે. તેમની આ આગાહી માટે મોઢામાં ઘી-સાકર. એવું માનવામાં આવે છે કે પીએમ મોદી જયરામ રમેશનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જે એનડીએ સરકારને એક તૃતીયાંશ કહીને સંબોધતા જોવા મળ્યા હતા.













Parliament Session Updates: જનતાએ ત્રીજી વખત દેશની સેવા કરવાની તક આપી- પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે આપણી સંસદીય લોકતાંત્રિક યાત્રામાં ઘણા દાયકાઓ પછી દેશની જનતાએ ત્રીજી વખત સરકારને દેશની સેવા કરવાની તક આપી છે. તેમણે કહ્યું કે 60 વર્ષ પછી એવું બન્યું છે કે 10 વર્ષ પછી કોઇ સરકાર પરત આવી હોય. છ દાયકા પછી બની રહેલી આ ઘટના અસામાન્ય છે. કેટલાક લોકોએ જાણીજોઈને આ ઘટનાને નજરઅંદાજ કરી. કેટલાક લોકોએ હવે નિરાશાપૂર્વક હાર સ્વીકારી લીધી છે.









બ્રેકગ્રાઉન્ડ

Parliament Session 2024 Live Updates: રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પસાર થયા પછી અઢારમી લોકસભાના પ્રથમ સત્રની બેઠક અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી છે. 18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂને શરૂ થયું હતું. જો કે આ દરમિયાન રાજ્યસભાની કાર્યવાહી ચાલુ રહેવાની છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે આ સત્રમાં ગૃહની સાત બેઠકો થઈ હતી જે લગભગ 34 કલાક સુધી ચાલી હતી અને તેની કાર્ય ઉત્પાદકતા લગભગ 103 ટકા હતી.


લોકસભા અધ્યક્ષે કહ્યું કે આભાર પ્રસ્તાવ પર 18 કલાક સુધી ચર્ચા ચાલી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે (2 જુલાઈ) વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે તેમના માટે ચાઇલ્ડ ઇન્ટેલિજન્સ શબ્દનો ઉપયોગ કર્યો હતો. પીએમ મોદીએ લોકસભામાં કોંગ્રેસના નેતા પર હિન્દુઓને હિંસા સાથે જોડવાનો અને ખોટા દાવા કરવાનો આરોપ લગાવ્યો અને સંસદીય લોકશાહીની સુરક્ષા માટે તેમની સામે કડક કાર્યવાહી કરવાની હાકલ કરી. પીએમ મોદીએ લોકસભામાં લગભગ 2 કલાક સુધી ભાષણ આપ્યું.


રાજ્યસભામાં અનેક વિપક્ષી દળોએ દેશમાં વિવિધ પરીક્ષાઓના પ્રશ્નપત્ર લીક થવાના વધતા જતા મામલા, રાજ્યો સાથે કરવામાં આવતા ભેદભાવ અને કેન્દ્રીય તપાસ એજન્સીઓને હથિયાર બનાવા મુદ્દે ચર્ચા કરી હતી. તૃણમૂલ કોંગ્રેસના મોહમ્મદ નદીમુલ હકે કહ્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધનમાં એક શબ્દ ખૂટે છે અને તે શબ્દ છે 'ગઠબંધન'. રાષ્ટ્રપતિના અભિભાષણને લઈને વિપક્ષી સાંસદોએ પોતાના વિચારો રજૂ કર્યા, પરંતુ આ દરમિયાન તેઓએ સરકાર પર નિશાન સાધ્યું હતું.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.