PM Modi In Sikar : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના સીકર પહોંચ્યા હતાં જ્યાં તેમણે વિવિધ વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો અને ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ વિપક્ષી ગઠબંધન ભારત પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમે કહ્યું હતું કે, સિમીના નામમાં પણ ભારત હતું, તેણે તેનું નામ બદલીને પીએફઆઈ (પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા) કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ લાલ ડાયરીનો પણ ઉલ્લેખ કર્યો હતો.
પીએમ મોદીએ કહ્યું, વિપક્ષોએ ગઠબંધનનું નામ બદલી નાખ્યું જેથી તેઓ પોતાના કારનામા છુપાવી શકે. પીએમ મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસ એટલે લૂંટનું બજાર. લોકશાહીમાં દરેક સરકારને તેના કામનો હિસાબ આપવો પડે છે, પરંતુ શું રાજસ્થાનમાં કોંગ્રેસ તેના કામનો હિસાબ આપે છે? તેઓએ પરસ્પર ઝઘડામાં, સર્વોપરિતાની લડાઈમાં કિંમતી સમય વેડફ્યો.
આપણા તીજ તહેવારો પર ખતરો તોળાઈ રહ્યો છે : પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું હતું કે, રાજસ્થાનમાં દલિતો પર અત્યાચાર ચરમ પર છે. ડ્રગ્સનો વેપાર ફૂલીફાલી રહ્યો છે. આપણા તીજના તહેવારો પર ખતરો તોળાઈ રહ્યો છે. ક્યારે પથ્થરમારો શરૂ થશે, ક્યારે ગોળીઓ વરસશે, ક્યારે કર્ફ્યુ લાદવામાં આવશે તે કોઈને ખબર નથી.
રાજસ્થાનના લોકો પોતાની બહેનો અને દીકરીઓ પર થતા અત્યાચારને સહન કરી શકતા નથી. એક દલિત બહેન પર તેના પતિની સામે જ ગેંગરેપ કરવામાં આવે છે. આરોપીઓ વીડિયો બનાવે છે, પોલીસ ફરિયાદ લખતી નથી. શાળાઓમાં ભણાવતી નાની છોકરીઓ અને શિક્ષકો પણ સુરક્ષિત નથી. કોંગ્રેસના નેતાઓ કાર્યવાહી કરવાને બદલે પીડિત મહિલાઓ પર જુઠ્ઠાણાનો આરોપ લગાવે છે.
...તો મોટા મોટા માથા વધેરાઈ જશે : પીએમ મોદી
રાજસ્થાનના સીકરમાં જનસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનની ગેહલોત સરકારમાંથી બરતરફ કરાયેલા મંત્રી રાજેન્દ્ર ગુડાની કથિત રેડ ડાયરીનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસે સરકાર ચલાવવાના નામે લૂંટની દુકાન ચલાવી છે. લૂંટની આ દુકાનનું લેટેસ્ટ ઉદાહરણ રાજસ્થાનની લાલ ડાયરી છે. કોંગ્રેસ સરકારના કાળા કામો લાલ ડાયરામાં બંધ છે. લોકોનું કહેવું છે કે, જો તેના પાના ખોલવામાં આવશે તો કોંગ્રેસ સરકારના ડબ્બા જ ગુલ થઈ જશે.
પીએમ મોદીએ કહ્યું હતું કે, લાલ ડાયરીનું નામ સાંભળીને કોંગ્રેસના મોટા નેતાઓની હાલત ખરાબ છે. આ ડાયરામાં કોંગ્રેસ સરકારના કાળા કૃત્યો બંધ છે. જો તેના પાના ખોલવામાં આવે તો મોટા મોટા માથાઓ વધેરાઈ શકે છે. આ લાલ ડાયરી કોંગ્રેસ સરકારની સઘળી પોલ ખોલીનાખશે.