નવી દિલ્લી: ચીનમાં યોજાયેલી G-20 સંમેલનમાં ભાગ લીધા બાદ PM મોદી મોડી રાત્રે  સ્વદેશ પરત ફર્યા છે. ચીન યાત્રામાં PM મોદીએ આતંકવાદ સહિત અનેક મુદ્દા પર વાત કરી હતી. 2 દિવસીય ચીન યાત્રા પહેલાં PM મોદી વિયતનામ ગયા હતા. વિયતનામ સાથે ભારતે રક્ષા સહિત 12 સમજૂતીઓ કરી છે. બ્રિટનની નવી વિઝા પોલીસની પણ મોદીએ ટીકા કરી. બ્રિટનના પ્રધાનમંત્રીને તેમણે કહ્યું કે, આ ભારતીય પ્રોફેશનલ્સ માટે સારી પોલિસી નથી.

મોદીએ ચીનના હાંગઝાઉ શહેરમાં G-20 સમિટમાં આતંકવાદને મોટો મુદો ગણાવ્યો છે. જેમાં ત્રણ મોટી વાતો કહી હતી. મોદીએ આતંકવાદને મુખ્ય મુદ્દો ગણાવી કહ્યું કે ઘણા વૈશ્વિક મુદ્દાઓ એવા છે જે વાણિજયને લગતા નથી પણ એની મોટી કિંમત ચુકવવી પડે છે. તેમણે આ વાત આતંકવાદના સંદર્ભમાં કહી હતી. તો કલાઇમેટ ચેંજને સૌથા મોટો પડકાર ગણાવ્યો. તમણે આતંકવાદ સામે વિશ્વને એક થઇને પગલાં લેવા પણ આહવાન કર્યુ હતું.