રાહુલ ગાંધી કરશે આજથી કિસાન યાત્રાની શરૂઆત, 29 જિલ્લાઓમાં ડોર ટુ ડોર કેમ્પેન
abpasmita.in | 06 Sep 2016 01:48 AM (IST)
નવી દિલ્લી: કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે ઉત્તરપ્રદેશના દેવરિયાથી કિસાન યાત્રા શરૂ કરશે. એક મહિના બાદ આ સફર 9 ઓક્ટોબરના રોજ દિલ્લીમાં ખતમ થશે..2500 કિલોમીટરની યાત્રા દરમિયાન રાહુલ ગાંધી 29 જિલ્લાઓ અને 233 વિધાનસભા મત વિસ્તારોથી પસાર થશે. આ વખતે વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ વાર કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ડોર ટુ ડોર કૈમ્પૈન કરશે. પ્રશાંત કિશોરની ટીમે રોડમેપ એવી રીતે તૈયાર કર્યો છે કે દરેક જિલ્લામાં રાહુલ ગાંધીની એક અથવા બે ખાટલા પરિષદ થશે. રાહુલ ગાંધી આજે દેવરિયાના રુદ્રપુરથી ગોરખપુર સુધી કિસાન યાત્રા નિકાળશે. આ યાત્રા પહેલા રાહુલ દેવરિયા અને કુશીનગરમાં એક-એક ખાટ સભા કરશે. એવી જ રીતે આવતીકાલે રાહુલ ગાંધી ગોરખપુરમાં રહેશે. ત્યાં પણ રોડ શો કરશે. અને બે ખાટ સભાઓને સંબોધન કરશે. આ માટે દિલ્લીની ખાસ પલંગ મંગાવવામાં આવ્યાં છે.