PM Modi Road Show: ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બાદ જેપી નડ્ડાએ આપ્યું મોટું નિવેદન

પીએમ મોદીના આ રોડ શોને લઈને ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

gujarati.abplive.com Last Updated: 16 Jan 2023 06:58 PM

બ્રેકગ્રાઉન્ડ

PM Modi Road Show: મિશન 2024ની રણનીતિ તૈયાર કરવા માટે દિલ્હીમાં આજથી બીજેપીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બે દિવસીય બેઠક શરૂ થઈ રહી છે. આ બેઠક પહેલા પીએમ મોદી એક મોટો રોડ...More

નડ્ડાએ ઘડી કાઢ્યો 2023નો પ્લાન!

જધાની દિલ્હીમાં આજથી ભાજપની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક શરૂ થઈ છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ બેઠકમાં તાજેતરમાં પૂર્ણ થયેલી ચૂંટણીની ચર્ચા કરી હતી અને કહ્યું હતું કે, ગુજરાતની જીત ઐતિહાસિક અને અભૂતપૂર્વ છે. હિમાચલની ચૂંટણી અંગે તેમણે કહ્યું હતું કે, અમારે સરકાર બદલવાની પરંપરા બદલવી હતી પરંતુ અમે તેમ કરી શક્યા નહીં. ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે, અધ્યક્ષ જેપી નડ્ડાએ અગાઉ પણ કહ્યું હતું કે, આપણે નબળા બૂથ જીતવા પડશે. દેશભરમાં 100 લોકસભા મતવિસ્તારોમાં 72 હજાર બૂથની ઓળખ કરવામાં આવી હતી જ્યાં ભાજપ નબળો હતો અને જ્યાં અમારે પહોંચવાનું હતું. પરંતુ આપણે 1 લાખ 30 હજાર બૂથ પર પહોંચ્યા અને પાર્ટીની નીતિઓનો ફેલાવો કર્યો.