Video: ફરી દેખાઇ પીએમ મોદી-બાયડેનની દોસ્તી, G-20ના મંચ પર બાયડેન અને મોદી એકબીજાને ભેટી પડ્યા ને પછી....
બાલી સમિટ દરમિયાન પીએમ મોદી અને જો બાઇડેન વચ્ચે અદભૂત કેમેસ્ટ્રી જોવા મળી હતી. આ સમિટમાં બાઇડેનની ખુરશી પીએમ મોદીની બાજુમાં જ હતી

PM Modi's speech in G-20 Summit: ઇન્ડોનેશિયાના બાલીમાં ચાલી રહેલી જી-20 સંમેલન ફરી એકવાર ચર્ચામાં આવ્યુ છે, આ વખતે અહીં ફરી એકવાર ભારતીય પીએમ મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ જૉ બાયડેનનો એકબીજા પ્રત્યે પ્રેમ જોવા મળ્યો છે. તાજેતરમાં જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે જી-20 સમિટનો છે, જ્યાં બાયડેન પીએમ મોદીને દોડતા દોડતા મળવા આવી રહ્યાં છે, અને બાદમાં બન્ને એકબીજા ભેટી પડે છે અને વાતો કરે છે, આ સમયે પાછળ જયશંકર અને ડોભાલ પણ બેસેલા હોય છે.
બાલી સમિટ દરમિયાન પીએમ મોદી અને જો બાઇડેન વચ્ચે અદભૂત કેમેસ્ટ્રી જોવા મળી હતી. આ સમિટમાં બાઇડેનની ખુરશી પીએમ મોદીની બાજુમાં જ હતી, આ સમયે થોડે દુર બાઇડેન ઉભા હતા, અને પીએમ ખુરશી પર બેસવાના તૈયારી કરી રહ્યાં હતા, પરંતુ પાછળથી બાઇડેન ઝડપથી આવ્યા અને પીએમ મોદીને ભેટી પડ્યા હતા, આ દરમિયાન બન્ને વચ્ચે થોડીક વાતચીતો પણ બાદમાં બન્ને પોતાની ખુરશી પર બેસી ગયા હતા. આ દોસ્તીનો વીડિયો હાલમાં સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. જુઓ........
ટ્રેન્ડિંગ




ઉલ્લેખનીય છે કે, હાલમાં ઇન્ડોનેશિયાના બાલીમાં જી-20 ચાલી રહ્યું છે, અને અહીં ફરી એકવાર રશિયા-યૂક્રેન યુદ્ધને લઇને ચર્ચાઓ છે, આમાં પીએમ મોદીએ એક મોટુ નિવેદન આપ્યુ હતુ, જેને તમામ દેશોએ સ્વીકાર્યુ હતુ. પીએમ મોદીએ કહ્યું હતુ કે - હું વારંવાર કહું છું કે યૂક્રેનમાં યુદ્ધવિરામ અને કૂટનીતિના રસ્તાં પર પાછા ફરવાનો રસ્તો શોધવો પડશે, ગઇ સદીમાં દ્વિતિય વિશ્વ યુદ્ધે દુનિયામાં કેર વર્તાવ્યો હતો, ત્યારાબાદ તે સમયના નેતાઓએ શાંતિનો સસ્તો અપનાવવા પ્રયાસ કર્યો, હવે વારો આપણો છે.
Gujarat Election: આ તારીખે ફરી ગુજરાત આવશે PM મોદી, જાણો કઈ જગ્યાએ સભા ગજવશે
PM Modi Gujarat Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી ગુજરાતમાં સભા ગજવશે. ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે પીએમ મોદી ફરી ગુજરાત આવશે. તારીખ 19 નવેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વલસાડ આવી શકે છે. વલસાડ અને વાપીમાં ભવ્ય રોડ શો યોજાશે તેવી માહિતી સામે આવી છે. ખુબ જ ટૂંકા ગાળામાં પ્રધાનમંત્રી ફરી વલસાડ જિલ્લામાં પધારશે. વલસાડ જિલ્લાની પાંચેય બેઠક પર ભાજપનું પ્રભુત્વ છે. વલસાડની યાત્રાથી પીએમની રેલી અને રોડ શોની સક્સેસ સ્ટોરીનો આંકડો પણ વધી શકે છે. આચાર સંહિતા લાગુ થયા બાદ પહેલો કાર્યક્રમ વલસાડ જિલ્લાથી જ શરૂ કર્યો હતો.