નવી દિલ્હીઃ કોરોનાવાયરસના વધતા ખતરાને કારણે લોકડાઉન જાહર કર્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી વાર રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં દેશને સંબોધન કર્યું તેમાં ગરીબોની માફી માંગી હતી.


મોદીએ કહ્યું કે, સામાન્ય રીતે ‘મન કી બાત’ કાર્યક્રમમાં હું ઘણા વિષયોને લઈને આવું છું પણ આજે વિશ્વભરમાં કોરોનાના સંકટની ચર્ચા છે. આ સંજોગોમાં બીજી વાત કરવી તે યોગ્ય નથી. તેમણે કહ્યું કે, મારે કેટલાક એવા નિર્ણયો લેવા પડ્યા, જેના કારણે ગરીબોને મુશ્કેલી પડી. આ માટે હું તમામ લોકોની હું માંફી માંગુ છું. હું તમારા બધાની પરિસ્થિતિ સમજુ છું, પરંતુ કોરોનાની વિરૂધ્ધ લડવા  માટે આ સિવાય કોઈ રસ્તો નથી. કોઈને આ રસ્તો અપનાવાનું મન ના થાય પણ મારે તમારા પરિવારને સુરક્ષિત રાખવાનો છે. આ કારણે બીજી વખત માંફી માંગુ છું.



વડાપ્રધાને કહ્યું કે, આપણે ત્યાં કહેવાય છે કે બીમારી પહેલા તેના ઉપાય કરવા જોઇએ. કોરોના માણસને ખતમ કરવાની જીદ્દ પર છે. તેથી સૌ કોઇને એક  થઇને લોકડાઉનનું પાલન કરવાનો સંકલ્પ લેવો પડશે. લોકડાઉનમાં ધૈર્ય દેખાડવાનું છે. અમુક લોકો કોરોનાની ગંભીરતાને સમજી રહ્યા નથી. પરંતુ હું કહેવા માંગીશ કે, એ ગફલતમાં ન રહેતા કે દેશ બરબાદ થઇ જાય. કોરોનાની લડાઇમાં ઘણા એવા યોધ્ધા છે જે અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે.