નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મારું બૂથ, સૌથી મજબૂત’ અંતર્ગત દેશભરના કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું કે, આતંકવાદી જ્યારે હુમલો કરે છે ત્યારે તેમનો હેતુ આપણી પ્રગતિ અટકી જાય તેવો હોય છે, પરંતુ તેમને દેખાડવાનું છે કે આ દેશની પ્રગતિ ક્યારેય અટકશે નહીં. પીએમ મોદીએ કહ્યું, સમગ્ર દેશ આજે એક છે અને આપણા જવાનો સાથે ઉભો છે. ભારત એક થઈને રહેશે, એક થઈને વધશે અને એક થઈને લડશે તથા એક થઈને જીતશે.


પરીક્ષાની છેલ્લી ઘડીએ પૂરી શક્તિ લગાવવી પડે છે. તેથી હું કાર્યકર્તાઓનો આભારી છું. આ પ્રકારનો કાર્યક્રમ યોજવા માટે હું સમગ્ર ટીમનો આભારી છે. સેનાના સામર્થ્ય પર અમને ભરોસો છે. તેથી કંઈક એવું ન થાય કે તેમના મનોબળ પર અસર પડે અથવા આપણા દુશ્મનોને આંગળી ચિંધવાનો મોકો મળી જાય.

2014 અને 2019 વચ્ચે મોટો બદલાવ આવ્યો છે. આ સમય પાયાની જરૂરિયાતોને દરેક ઘર સુધી પહોંચાડવાનો હતો. 2019થી 2024 અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો સમય છે. લોકતંત્રનો મૂળ મંત્ર છે સત્તા અને વિપક્ષ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા. જેનો પહેલો ભાગ તમે અમારી પાર્ટી પાસેથી શીખી શકો છો. 2 માર્ચના રોજ સમગ્ર દેશમાં એક સાથે વિજય સંકલ્પ બાઇક રેલીનું આયોજન થશે. યુવા સાથીઓ તેમાં ઉત્પાસહથી ભાગ લઈ શકે છે.