ચંદીગઢઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચૂક મામલે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલા શાબ્દિક પ્રહારો વચ્ચે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ સરદાર વલ્લભભાઈ પટેલના વાક્યને ટાંકીને જોરદાર કટાક્ષ કર્યો છે.


ચન્નીએ સરદાર વલ્લભાઈ પટેલનું વાક્ય ટાંક્યું છે કે, જેને કર્તવ્ય કરતાં પોતાના જીવની વધારે ચિંતા હોય તેણે ભારત જેવા દેશમાં મોટી જવાબદારી ના લેવી જોઈએ.


ચન્નીએ સરદાર વલ્લભભાઈ પટેલના ફોટા સાથે લખ્યું છે કે,


जिसे कर्त्तव्य से ज़्यादा जान की फ़िक्र हो, उसे भारत जैसे देश में बड़ी जिम्मेदारी नहीं लेनी चाहिए !


- सरदार वल्लभभाई पटेल


 


ચન્નીની આ ટ્ટિટને લોકો મોટા પ્રમાણમાં રીટ્વિટ કરી રહ્યા છે. આ ટ્વિટને 23 હજાર કરતાં વધારે લોકો રીટ્વિટ કરી ચૂક્યા છે.


ચન્ની આ મુદ્દે સતત નિવેદનો આપી રહ્યા છે. તેમણે પહેલાં દાવો કર્યો હતો કે, વડાપ્રધાન મોદીની  સુરક્ષામાં કોઈ ચૂક થઈ નથી. તેમણે જે દિવસે આ ઘટના બની એ દિવસે દાવો કર્યો હતો કે, મેં પોતે મોડી રાત સુધી વડાપ્રધાન મોદીની  સુરક્ષાની તમામ વ્યવસ્થા જોઈ હતી. પહેલાંના કાર્યક્રમ પ્રમાણે વડાપ્રધાન મોદીએ હેલિકોપ્ટરથી આવવાનુ હતું પણ છેલ્લી ઘડીએ તેમનો રૂટ બદલી દેવાયો.  મોદી રોડ માર્ગે આવ્યા અને રૂટ બદલાયો હોવાની અમને જાણ જ નહોતી કરાઈ.   






વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે પંજાબના ફિરોઝપુરમાં સરકારી કાર્યક્રમમાં હાજરી આપીને કેટલાક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવાના હતા પણ એક ફ્લાયઓવર પર ફસાઈ જતાં છેલ્લી ઘડીએ આ કાર્યક્રમને મોકૂફ રખાયો હતો. પહેલાં હવામાન ખરાબ હોવાનું તથા  વરસાદ પડી રહ્યો હોવાને કારણે આ કાર્યક્રમ મોકૂફ રખાયો હોવાનું બહાર આવ્યું હતું પણ પછી સ્પષ્ટતા કરાઈ હતી કે, સુરક્ષામાં ચૂક થવાની આ કાર્યક્રમ રદ કરવો પડ્યો છે. વાસ્તવમાં ખેડૂતોએ રોડ બ્લોક કરી દેતાં મોદીના કાફલાએ રોકાઈ જવું પડ્યું હતું.  આ મુદ્દે કેન્દ્ર સરકાર અને પંજાબ સરકાર બંને દ્વારા તપાસની જાહેરાત કરાઈ છે. 


Best Mileage Bikes: આ છે શાનદાર માઇલેજ આપતી સસ્તી Bikes, ઓછા ખર્ચમાં ચાલશે વધારે કિલોમીટર


 


 


UP Elections 2022: યુપી BJPનું ચૂંટણી પોસ્ટર જાહેર, પાર્ટી Modi-Yogiના ચેહરા પર લડશે ચૂંટણી, જાણો શું સ્લોગન આપ્યું


 


GAIL Jobs: સરકારી નોકરી મેળવવાનો મોકો, ચીફ મેનેજર અને સીનિયર ઓફિસરની ભરતી કરી રહી છે ગેલ ઇન્ડિયા


 


 


સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે એ કેવડિયાનું નામ બદલીને શું કરાયું ? જાણો મહત્વના સમાચાર