વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, ‘સરદાર પટેલના વિચારોમાં દેશની એકતાને દરેક વ્યક્તિ અનુભવે કરી શકે છે. આજે આપણે તેમના અવાજને સૌથી મોટી પ્રતિમાની નીચે સાંભળી રહ્યાં છીએ. આજે અહીં આવીને મને ખુબ આનંદ થયો.’
સરદાર જયંતિ પર પટેલને યાદ કરતાં પીએમ મોદીએ કહ્યું કે આજે પણ તેમનો અવાજ કાનોમાં ગુંજી રહ્યો છે, તેમના બોલેલા એક એક શબ્દો આજે પણ ખુબ મહત્વના છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સરદાર સરોવર ડેમ નજીક આવેલુ કેવડિયા કૉલોનીમાં લાખોની મેદનીમાં આજે લોકો સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. કેવડિયાના સ્ટેચ્યૂ ઓફ યૂનિટી પર જઇને નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી હતી.
અહીં પીએમ મોદીએ એકતા દિવસ પરેડમાં ભાગ લીધો, બાદમાં ટેકનોલૉજી ડેમોન્ટ્રેશન સાઇટ અને કેવડિયામાં સિવિલ સર્વિસ પ્રૉબેશનર્સની સાથે વાતચીત પણ કરવાનાં છે.