નવી દિલ્હીઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દુનિયામાં વધુ એક માન મળ્યુ છે. એક તાજા સર્વેમાં પીએમ મોદી દુનિયાના સૌથી વધુ પ્રસંશનીય નેતાઓના લિસ્ટમાં સામેલ થયા છે. એક તાજા આંકડા પ્રમાણે વડાપ્રધાન મોદીને દુનિયાના 8માં સૌથી વધુ પ્રસંશનીય વ્યક્તિ બતાવવામાં આવ્યા છે. ડેટા એનાલિટિક્સ કંપની YouGoVએ સર્વેમાં દુનિયાના 20 સૌથી પ્રસંશનીય વ્યક્તિઓની યાદી બહાર પાડી છે.


પીએમ મોદી આ લિસ્ટમાં સૌથી પ્રસંશનીય ભારતીય છે, અને શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન જેવા બૉલીવુડ સ્ટાર્સ ઉપરાંત ક્રિકેટર વિરાટ કોહલીથી આગળ છે. 38 દેશોના 42,000 લોકો પાસેથી ફીડબેક લઇને આ યાદી બનાવવામાં આવી છે. 


દુનિયાના 20 સૌથી પ્રસંશનીય પુરુષોની યાદીમાં અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામા પહેલા નંબર પર છે, તો માઇક્રોસૉફ્ટના સંસ્થાપક બિગ ગેટ્સ બીજા નંબર પર છે. ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ ત્રીજા નંબરે તો, ફૂટૉબૉલ ક્રિસ્ટિયાનો રૉનાલ્ડો ચોથા નંબર પર છે. જ્યારે પાંચમા નંબર પર અભિનેતા જેકી ચાનને સ્થાન મળ્યુ છે.


દુનિયાના સૌથી પ્રસંશનીય પુરુષો- 2021 લિસ્ટ....
બરાક ઓબામા
બિલ ગેટ્સ
શી જિનપિંગ
ક્રિસ્ટિયાનો રૉનાલ્ડો
જેકી ચાન
ઇયૉન મસ્ક
લિયૉનન મેસ્સી
નરેન્દ્ર મોદી
વ્લાદિમિર પુતિન
જેક મા


 


આ પણ વાંચો- 


બેન્કોના કામકાજોમાં પડશે મુશ્કેલીઓ, આજથી બેન્ક કર્મચારીઓ હડતાળ પર, જાણો શું છે મામલો


Ashes 2021-22: એશિઝ સીરિઝમાં કોરોના અટેક, ઓસ્ટ્રેલિયન કેપ્ટન કમિંસ થયો બહાર, જાણો કોને સોંપાઈ કેપ્ટનશિપ


Digital Transaction: UPI-રૂપે ડેબિટ કાર્ડથી લેણદેણને પ્રોત્સાહન આપવા મોદી સરકારે શું લીધો મોટો ફેંસલો ? જાણો વિગત


Bike Tips: બાઇકની બ્રેક મારતી વખતે રહો સતર્ક, આ એક ભૂલ ભારે પડી શકે છે


Legal Age of Marriage for Women: મોદી સરકારે લીધો મોટો ફેંસલો, મહિલાઓની લગ્નની ઉંમર 18 થી વધીને 21 વર્ષ થશે, જાણો વિગત


બોલિવૂડની આ એક્ટ્રેસે લીધી Audi A8L લક્ઝરી કાર, ફક્ત 5.7 સેકન્ડમાં પકડે છે 100ની સ્પીડ