પીએમ મોદીએ કહ્યું, દેશના શહીદોનું બલિદાન વ્યર્થ નહીં જાય અને ભારતે હંમેશા પોતાના પાડોશીઓ સાથે સહયોગ અને મિત્રતાનો વ્યવહાર રાખ્યો છે. આપણે ક્યારેય પણ કોઈને ઉશ્કેરતા નથી પરંતુ પોતાના દેશની સંપ્રભુતા અને અખંડતા સાથે સમજૂતી નથી કરતા. દેશની રક્ષાની સાથે સાથે તેની અંખડતા અને સંપ્રભુતા બનાવી રાખવા આપણે સક્ષમ છે.
વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને 15 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે આજે વીડિયો કોન્ફ્રેસિંગ દ્વારા ચાલી રહેલી મીટિંગમાં ગલવાન ઘાટીમાં શહીદ સૈનિકો માટે બે મિનિટ મૌન પાડ્યું હતું.
પીએમ મોદીએ વિશ્વાસ અપાવતા કહ્યું કે, દેશના શહીદોનું બલિદાન વ્યર્થ નહીં જાય અને જ્યારે પણ સમય આવ્યો છે ત્યારે દેશની રક્ષા અનં સંપ્રભુતાને બનાવી રાખવા માટે કડક પગલા ઉઠાવ્યા છે. તેની રક્ષા કરવા માટે આપણને કોઈ રોકી નહીં શકે અને આ મામલે કોઈને પણ થોડો પણ ભ્રમ કે શંકા ન હોવી જોઈએ.