નોંધનીય છે કે, 15-16 જૂન દરમિયાનની રાત્રે ગલવાન ઘાટીમાં થયેલા હિંસક ઘર્ષણમાં ભારતના કમાન્ડિંગ અધિકારી સહિત 20 જવાન શહીદ થયા હતા. 4 જવાનોની હાલત ગંભીર છે. પથ્થરો, લાઠીઓ અને ધારદાર ચીજોથી હુમલો કરવામાં આવ્યો. આ જ ગલવાનમાં 1962ના યુદ્ધમાં 33 ભારતીય જવાન શહીદ થયા હતા.
આવા હિંસક ઘર્ષણ આધુનિક સેનાઓના હાલના ઈતિહાસમાં ખૂબ ઓછા થયા છે. ચીની સેનાના આ હિંસક હુમલામાં અત્યાર સુધી 20 ભારતીય સૈનિકોએ જીવ ગુમાવ્યા છે. તેમાં 16 બિહાર રેજિમેન્ટના કમાન્ડિંગ અધિકારી કર્નલ સંતોષ બાબુ પણ સામેલ છે. માનવામાં આવી રહ્યું છે કે અનેક ઘાયલ સૈનિકોના મોત શૂન્યથી ઓછા તાપમાનમાં સતત રહેવાના કારણે થયા છે.