નવી દિલ્હીઃ દેશમાં લોકડાઉન હટાવ્યા બાદ કોરોનાના કેસમાં તીવ્ર વધારો થયો છે. કોરોના સંક્રમણના અનેક રાજ્યોમાં રેકોર્ડ મામલા આવી રહ્યા છે, જેને લઈ અનેક રાજ્યોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. જ્યારે કેટલાક રાજ્યોએ જે જિલ્લામાં કોરોનાનું વધારે સંક્રમણ છે તેવા જિલ્લામાં વીકેન્ડ લોકડાઉન, જનતા કર્ફ્યુ અમલી બનાવ્યા છે. મીટિંગમાં અનલોક-3ને લઈ ચર્ચા થઈ શકે છે.
ટાઈમ્સ નાઉના રિપોર્ટ પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના વિવિધ રાજ્યોમાં કોરોના વાયરસની સ્થિતિને લઈ મુખ્યમંત્રીઓ સાથે વાત કરશે. 27 જુલાઈએ રાજ્યોના સીએમ સાથે પીએમની વર્ચુઅલ મીટિંગ થશે. જેમાં ગૃહ મંત્રી અમિત શાહની સાથે સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન પણ હાજર રહેશે.
રાજ્યો તરફથી મુખ્યમંત્રીઓ ઉપરાંત સ્વાસ્થ્ય મંત્રી, ચીફ સેક્રેટરી તથા હેલ્થ સેક્રેટરી હાજર રહી શકે છે. આ મીટિંગમાં કોરોનાને લઈ આગળની રણનીતિ પર વાત થઈ શકે છે.
અગાઉની બેઠકોમાં પીએમ મોદીએ જીવન અને આજીવિકાના મહત્વ પર ભાર મૂક્યો હતો. 17 જૂને મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વર્તમાન જરૂરિયાતો અને ભાવિ આવશ્યકતાઓ બંનેને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવાની જરૂર છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 13,85,522 પર પહોંચી છે અને 32,063 લોકોના મોત થયા છે. 8,85,577 લોકો સાજા થઈ ગયા છે અને 4,67,882 એક્ટિવ કેસ છે.
દેશમાં એક ડઝન રાજ્યોમાં લદાયું વીકએન્ડ લોકડાઉન, જાણો ક્યા ક્યા રાજ્યોમાં બધું બંધ ?
Corona Vaccine: ભારતમાં ક્યાં પૂરો થયો કોવેક્સીનના માનવ પરીક્ષણના ફેઝ-1નો પ્રથમ હિસ્સો, જાણો શું આવ્યું પરિણામ
PM મોદી આવતીકાલે રાજ્યોના મુખ્યંત્રીઓ સાથે કરશે મીટિંગ, અનલોક 3ને લઈ થશે ચર્ચા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Jul 2020 12:24 PM (IST)
રાજ્યો તરફથી મુખ્યમંત્રીઓ ઉપરાંત સ્વાસ્થ્ય મંત્રી, ચીફ સેક્રેટરી તથા હેલ્થ સેક્રેટરી હાજર રહી શકે છે. આ મીટિંગમાં કોરોનાને લઈ આગળની રણનીતિ પર વાત થઈ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -