નવી દિલ્હી:વડપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) એક ઐતિહાસિક પહેલ હેઠળ એક ઓક્ટોબર આજથી બે મોટા અભિયાન લોન્ચ કરશે. જેના હેઠળ પીએમ મોદી સ્વચ્છ ભારત મિશન શહરી 2.0 (SBM-U 2.0) અને કાયાકલ્પ અને શહેરી સુધાર માટે અટલ મિશન 2.0 ( AMRUT 2.0)નો શુભારંભ કરશે. જાણકારી મુજબ 11 વાગ્યે ડોક્ટર આંબેડકર ઇન્ટરનેશનલ સન્ટરમાં બંને અભિયાને લોન્ચ કરવામાં આવશે.


SBM-U 2.0 અને AMRUT 2.0 અભિયાન બધા જ શહરોને કચરા મુક્ત અને જળ સુરક્ષિત બનાવવાના મકસદથી તૈયાર કરાઇ છે. દાવા કરાવમાં આવી રહ્યો છે. આ પ્રમુખ મિશન ભારતમાં ઝડપથી શહેરીકરણના પડકારને અસરકારક રીતે સમાધાન કરવાની દિશામાં કામ કરશે. આ સિવાય સતત વિકાસ લક્ષ્ય 2030ની સિદ્ધિમાં યોગદાન કરવામાં પણ મદદરૂપ થશે,. આવસ તેમજ શહેરી મામલામાં કન્દ્રીય મંત્રી અને રાજ્યમંત્રી ને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના શહેરી વિકાસ મંત્રી આ અવસરે ઉપસ્થિતિ રહેશે.


શું છે સ્વચ્છ  ભારત મિશન 2.0


SBM-U 2.0 તમામ શહેરોને 'કચરો મુક્ત' બનાવવા અને અમૃત અંતર્ગત આવનાર તમામ શહેરોમાં ધૂસર અને  કાળા પાણી અને કાળા પાણીનું સંચાલન સુનિશ્ચિત કરવા માટે,  બધા જ શહેર અને સ્થાનિક વિભાગોને ODF ++  અને 1 લાખથી ઓછી વસ્તી ધરાવતાને ઓડીએએફ++ તરીકે વિકસાવવાની કલ્પના કરવામાં આવી છે, જેથી શહેરી વિસ્તારોમાં સ્વચ્છતાના લક્ષ્યને પુરૂ કરી શકાય.  SBM-U 2.0 નો ખર્ચ અંદાજે 1.41 લાખ કરોડ રૂપિયા છે.


શું છે AMRUT 2.0નું લક્ષ્ય


AMRUT 2.0 આશરે 2.64 કરોડ ગટર/સેપ્ટેજ જોડાણો, લગભગ 2.68 કરોડ નળ જોડાણો પૂરા પાડીને 500 AMRUT શહેરોમાં ગટર વ્યવસ્થા અને સેપ્ટેજનું 100% કવરેજ પ્રાપ્ત કરવાનું લક્ષ્ય ધરાવે છે. આ સાથે, 4,700 શહેરી સ્થાનિક સંસ્થાઓમાં તમામ ઘરોને પીવાના પાણી પુરવઠાનું 100 ટકા કવરેજ પૂરું પાડવામાં આવ્યું છે. તેનાથી શહેરી વિસ્તારોમાં 10.5 કરોડથી વધુ લોકોને ફાયદો થશે. AMRUT 2.0 ગોળ અર્થતંત્રના સિદ્ધાંતો અપનાવશે અને સપાટી અને ભૂગર્ભજળ સંસ્થાઓના સંરક્ષણ અને કાયાકલ્પને પ્રોત્સાહન આપશે. શહેરોમાં પ્રગતિશીલ સ્પર્ધાને પ્રોત્સાહન આપવા માટે 'ડ્રિન્કિંગ વોટર સર્વે' હાથ ધરવામાં આવશે. AMRUT 2.0 નો ખર્ચ 2.87 લાખ કરોડ રૂપિયા છે.