નવી દિલ્હીઃ કોરોના વાયરસને કારણે દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ટ્વિટમાં કહ્યું કે આવતીકાલે સવારે નવ વાગ્યે દેશવાસીઓ સાથે હું એક વીડિયો સંદેશ જાહેર કરશે. વડાપ્રધાન મોદીએ આ ટ્વિટ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે લોકડાઉન પર વીડિયો કોન્ફરન્સ બેઠક બાદ કરી હતી.




આ બેઠકમાં રાજ્યોએ કેન્દ્ર પાસે મેડિકલ કિટ, આર્થિક મદદની માંગ કરી છે. સાથે રાજ્યોએ કેન્દ્રને પૂછ્યું હતું કે લોકડાઉન ક્યાં સુધી લાગુ રહેશે. વડાપ્રધાન મોદી સાથે વીડિયો કોન્ફરન્સ પર વાતચીત કર્યા બાદ અરુણાચલપ્રદેશના મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો કે લોકડાઉન 15 એપ્રિલના રોજ ખત્મ થઇ શકે છે. જોકે, થોડ઼ા સમય બાદ તેમણે આ ટ્વિટ હટાવી દીધું હતું. તેમણે ટ્વિટ કરી જણાવ્યું હતું કે લોકડાઉન 15 એપ્રિલના રોજ ખત્મ થઇ જશે પરંતુ તેનો અર્થ એ નથી કે લોકોને રસ્તા પર આઝાદીથી ફરવા મળશે.કોરોનાની અસરને ઓછી કરવા તમામને જવાબદારી લેવી પડશે.