PM મોદી 22 ઓગસ્ટથી ફ્રાન્સ,UAE અને બહરીનના પ્રવાસ પર જશે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 19 Aug 2019 08:20 PM (IST)
પીએમ મોદી ફ્રાંસમા યોજાનાર G-7 સમ્મેલનમાં ભાગ લેશે. દ્વિપક્ષીય,આંતરરાષ્ટ્રીય મામલે ચર્ચા કરવા માટે અબૂ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મહમ્મદ બિન ઝાયદ સાથે પણ મુલાકાત કરશે.
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી 22થી 26 ઓગસ્ટ UAE, ફ્રાન્સ, અને બહરીનના પ્રવાસ પર જશે. પીએમ મોદી 22 ઓગસ્ટની સાંજે ફ્રાન્સ પહોચશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મૈકોના નિમંત્રણ પર પીએમ મોદી ત્યાં જશે. 23 ઓગસ્ટે પીએમ મોદી યુનેસ્કો ભવનમાં ભારતીય સંગઠનને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી 24 ઓગસ્ટે UAE અને બહરીનની યાત્રા પર રવાના થશે. પીએમ મોદી ફ્રાંસમા યોજાનાર G-7 સમ્મેલનમાં ભાગ લેશે. દ્વિપક્ષીય,આંતરરાષ્ટ્રીય મામલે ચર્ચા કરવા માટે અબૂ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મહમ્મદ બિન ઝાયદ સાથે પણ મુલાકાત કરશે. પ્રધાનમંત્રી મોદીને UAEમાં ત્યાંના સર્વોચ્ય નાગરિક સન્માન ઝાયદ મેડલથી સન્માનિત કરવામાં આવશે. આ સન્માનની જાહેરાત UAEએ એપ્રિલમાં કરી હતી. બંને દેશો વચ્ચેની મિત્રતા અને સંયુક્ત રણનીતિક સહયોગને વધારવામાં તેમની ભૂમિકા માટે રાષ્ટ્રપતિ શેખ ખલિફા બિન ઝાયદ અલ નાહયાને આ સન્માનની જાહેરાત કરી હતી.