નવી દિલ્લી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી 11 અને 12 નવેમ્બર જાપાનની યાત્રા પર જવાની સંભાવના છે, તે દરમિયાન જાપાન પ્રધાનમંત્રી શિંજો આંબે સાથે વાર્ષિક શિખર બેઠકમાં બંને દેશો વચ્ચે એસૈન્ય પરમાણુ ઉર્જા સહયોગ કરાર થવાની સંભાવના છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદન મુજબ પ્રધાનમંત્રી મોદી 11 અને 12 નવેમ્બરે જાપાનની રાજધાની ટોકયો જવાના છે. તેઓ જાપાનના સમ્રાટ અકીહીતો અને પ્રધાનમંત્રી શિંજો આંબે સાથે મુલાકાત કરશે, આંબે સાથેની ભારત-જાપાન વાર્ષિક શિખર બેઠકમાં હાજરી આપશે, જેમાં બંને દેશો સાથે જોડાયેલા હિત તેમજ ક્ષેત્રિય તેમજ વૈશ્ર્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. પ્રધાનમંત્રા નરેદ્ર મોદીની આ બીજી જાપાન યાત્રા છે. પ્રધાનમંત્રી આ પહેલા સપ્ટેમ્બર 2014માં જાપાનની યાત્રા પર ગયા હતા, જ્યારે ડિસેમ્બરમાં આંબે ભારતની યાત્રા પર આવ્યા હતા.
પ્રધાનમંત્રી મોદીએ સપ્ટેમ્બર 2014મા ભારતના સંબંધો વિશેષ રણનીતિક તેમજ વૈશ્ર્વિક સ્તર પર લાવવાનો નિર્ણય કર્યો અને ગયા વર્ષે ભારતના પ્રશાંત ક્ષેત્રમા તેમજ વિશ્ર્વમાં શાંતિ અને સમૃધ્ધિના એક સ્તર પર કામ કરવાની યોજનાની જાહેરાત કરી હતી. સુત્રોની જાણકારી મુજબ બંને દેશો વચ્ચે અસૈન્ય પરમાણુ સહયોગ પર વાતચીત થઈ રહી છે અને માનવામાં આવી રહ્યું છે કે મોદીની આ યાત્રા દરમિયાન કોઈ નિર્ણય સામે આવશે. સુત્રોની જાણકારી મુજબ જાપાન ભારતની પાણી અને હવામાં ચાલનારા એમ્ફિબિયન વિમાન યૂએસ-2 ની ખરીદીને મંજુરી આપી શકે છે.