નવી દિલ્લી: હાલ દેશમાં કરન્સીને લઈને હાહાકાર મચેલો છે. તેવામાં એવા અહેવાલ મળી રહ્યા છે કે પ્રધાનમંત્રી મોદી આવતીકાલથી ત્રણ દિવસના જાપાન પ્રવાસ પર જઇ રહ્યા છે. મોદીની પ્રધાનમંત્રી તરીકે આ જાપાનનો બીજો પ્રવાસ છે. જાપાનના આ પ્રવાસ દરમિયાન મોદીએ જાપાનના પ્રધાનમંત્રી સાથે સામરિક અને વ્યવસાયિક મુદ્દાઓ પર વાતચીત કરશે.


જાપાનના પ્રધાનમંત્રી સીંજો આબે સાથે પીએમ મોદી 11 નવેંબરે વાતચીત કરશે. સૌથી મહત્વની વાત તો એ છે કે જાપાનના પ્રધાનમંત્રી સિંજો આબે સાથે ટોકિયોથી કુબે સુધી જાપાનની બુલેટ ટ્રેન જે સિન્કાશન તરીકે જાણીતી છે, તેમાં યાત્રા કરશે. મહત્વપૂર્ણ વાત તો એ છે કે મુબંઇ અને અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન ચલાવવા માટે આ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. મોદી જાપાનમાં કુબેમાં કાવાસાકી હેવી ઇંડસ્ટ્રીની પણ મુલાકાત લેશે. જ્યાં હાઇસ્પીડ રેલવેનું નિર્માણ થાય છે. જાપાન અને ભારત વચ્ચે આ મુદ્દે સમજૂતિ થઇ ચૂકી છે. આનાથી ભારત અને જાપાન વચ્ચે રોકાણ સંબંધ મજબૂત થશે, અને મેક ઇન ઇંડિયાના અભિયાનને વેગ મળશે. જેના કારણે ભારતમાં રોજગારી વધશે.