નવી દિલ્હી: પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી મંગળવારે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચાલી રહેલી ચર્ચાનો જવાબ આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ પહેલા સોમવારે લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ચર્ચામાં ભાગ લેતાં મોદી સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. આજે પીએમ મોદીએ પણ રાહુલ ગાંધીના આરોપોનો જવાબ આપી રહ્યા છે. 

PM  મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે કેટલાક લોકોનું ધ્યાન ઘરમાં જેકુઝી પર, સ્ટાઈલિશ શાવર પર છે. અમારુ ધ્યાન દરેક ઘરે પાણી પહોંચાડવા પર છે. કેટલાક લોકો ઝુપડપટ્ટીમાં ફોટો સેશન કરી પોતાનું મનોરંજન કરે છે, તેમને સંસદમાં ગરીબોનું વાત કંટાળાજનક લાગશે.  

વિપક્ષમાં ગરીબી દૂર કરવાનો કોઈ જુસ્સો નથી

સંસદને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ કહ્યું કે વિપક્ષમાં ગરીબી દૂર કરવાનો કોઈ જુસ્સો નથી. કેટલાક નેતાઓને ગરીબોની વાત કંટાળાજનક લાગશે. કેટલાક નેતાઓ ગરીબોના ઝૂંપડામાં ફોટો સેશન કરાવે છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે કેટલીક પાર્ટીઓ એવી છે જે યુવાનોના ભવિષ્ય માટે આફત બની ગઈ છે. દેશે જોયું છે કે અમે હરિયાણામાં કેવી રીતે કામ કરીએ છીએ. નોકરી આપવાનું વચન આપ્યું હતું. સરકાર બની કે તરત જ લોકોને નોકરીઓ મળી ગઈ. આપણે જે કહીએ છીએ તેનું પરિણામ છે. હરિયાણામાં ત્રીજી વખત ભવ્ય વિજય અને હરિયાણાના ઈતિહાસમાં ત્રીજી વખત વિજય, આ પોતાનામાં એક ઐતિહાસિક ઘટના છે.

કોંગ્રેસ પર પ્રહાર કરતા પ્રધાનમંત્રી કહ્યું કે, "જ્યારે તાવ ચઢે છે ત્યારે લોકો કંઈ પણ બોલે છે. પરંતુ સાથે સાથે જ્યારે નિરાશા અને હતાશા ફેલાય છે, ત્યારે લોકો કંઈ પણ બોલે છે. જેઓ ભારતમાં જન્મ્યા નથી. આવા 10 કરોડ નકલી લોકો સરકારી યોજનાઓનો લાભ લઈ રહ્યા હતા. રાજકીય લાભની પરવા કર્યા વિના અમે 10 કરોડ લોકોના નામ કાઢી નાખ્યા અને વાસ્તવિક લાભાર્થીઓની ઓળખ કરી લાભ તેમના સુધી પહોંચાડ્યો.