પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આજે PM કિસાન સન્માન નિધિ યોજના 2021 અંતર્ગત બીજો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરાવશે. બપોરે સાડા બાર વાગ્યે પીએમ વીડિયો કૉંફ્રેસના માધ્યમથી આ યોજના સાથે જોડાયેલા 9 કરોડ 75 લાખથી વધુ લાભાર્થી ખેડૂતોના ખાતામાં 19 હજાર 500 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે. પીએમ મોદી ખેડૂતોને બીજા હપ્તાની ચૂકવણીની સાથોસાથ દેશના ખેડૂતો સાથે વાતચીત પણ કરશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રને પણ સંબોધિત કરશે. પ્રધાનમંત્રીના આ કાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર પણ હાજર રહેશે.


પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં તમારું નામ અહીં તપાસો



  • તમારું નામ તપાસવા માટે, સૌ પ્રથમ PM કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in પર જાઓ.

  • તે પછી હોમપેજ પર ફાર્મર્સ કોર્નર ઓપ્શન પર જાઓ.

  • પછી Farmer corner વિભાગમાં Beneficiaries List વિકલ્પ પસંદ કરો.

  • પછી તમારું રાજ્ય, જિલ્લો, પેટા જિલ્લા, બ્લોક સિલેક્ટ કરો.

  • પછી Get Report પર ક્લિક કરો.

  • આ પછી તમારા ગામના લાભાર્થીઓની સંપૂર્ણ યાદી દેખાશે, જેમાં તમે તમારું નામ જોઈ શકો છો.


પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો લાભ લેવા આવી રીતે કરો અરજી


પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિનો લાભ લેવા માટે પહેલા ખેડૂતે ઓનલાઈન પોર્ટલ pmkisan.gov.in પર રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. આ વેબસાઈટ તમને ફાર્મર્સ કોર્નરના ઓપ્શનમાં દેખાશે. અહીં જઈને તમે ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન પર ક્લિક કરો. અહીં તમારા આધાર નંબર, કેપ્ચા ભરવાનું કહેવાશે. આ પછી એક ફોર્મ ઓપન થશે જેમાં તમારી ડિટેલ માંગવામાં આવશે. બેંક એકાઉન્ટની ડિટેલ્સ પણ આપવાની રહેશે. આ સેવ કર્યા બાદ એક નવું પેજ ખુલશે અને તેમાં જમીનની જાણકારી રવાની રહેશે. તેમાં ખસરા નંબર અને ખાતા નંબર લખવાનો રહે છે. આ પછી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી થશે.


પીએમ કિસાન સન્માન નિધિ યોજના શું છે


પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ સહાય ખેડૂતોને ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. વડાપ્રધાન મોદી ખુદ DBT હેઠળ ખેડૂતોના બેંક ખાતામાં આ હપ્તા મૂકે છે. આ યોજના કેન્દ્ર સરકારની યોજના છે અને આ યોજનાનો સમગ્ર ખર્ચ એકલો કેન્દ્ર સરકાર ઉઠાવે છે.