નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ ઈમારતોમાં જૂની કરેંસી બિલ્ડિંગ, બેલ્વેદેરે હાઉસ, મેટકોફ હાઉસ અને વિક્ટોરિયા મેમોરિયલ હોલ સામેલ છે. સંસ્કૃતિ મંત્રાલયે તેની સજાવટનું કામ કર્યું છે. મંત્રાલય જુદાજુદા મેટ્રો શહેરોમાં આ પ્રકારની પ્રસિદ્ધ ઈમારતની આસપાસ સાંસ્કૃતિક સ્થળોનો વિકાસ કરી રહી છે. જે મુજબ, કોલકાતા, દિલ્હી, મુંબઈ, અમદાવાદ અને વારાણસીમાં પરિયોજનાઓને લાવવામાં આવી છે.
આજે રવિવારે પ્રધાનમંત્રી મોદી કોલકાતા પોર્ટ ટ્રસ્ટના કાર્યક્રમમાં ભાગ લેશે. તેઓ કોલકાતા પોર્ટ ટ્રસ્ટના વર્તમાન અને નિવૃત કર્મચારીઓને પેન્શન ફંડ માટે 501 કરોડ રૂપિયાનો ચેક પણ ભેંટ કરશે.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી 3 વાગ્યે દિલ્હીથી કોલકાતા માટે નિકળશે અને સાંજે પાંચ વાગ્યે કોલકાતા એરપોર્ટ પહોંચશે. સાંજે 5.30થી 6.50 સુધી ઓલ્ડ કરેંસ બિલ્ડિંગમાં આયોજીત કાર્યક્રમાં હાજરી આપશે. સાજે 7થી 7.30 સુધી રવીન્દ્ર સેતુ હાવડા બ્રિજના લાઈટ અને સાઉન્ડ શોને લોન્ચ કરશે. સાજે 7.50 વાગ્યાથી બેલૂર મઠમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે.