PM Modi Cabinet Expansion : કાયદામંત્રી રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકરે આપ્યું રાજીનામું
મંત્રીમંડળ વિસ્તારમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવામાં આવી રહ્યું છે.
મોદી કેબિનેટના વિસ્તરણ અગાઉ કેન્દ્ર સરકારના બે મોટા મંત્રીઓએ રાજીનામું આપ્યું છે. જેમાં આઇટી અને કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ અને સૂચના પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે પણ રાજીનામું આપ્યું હતું.
આજે સાંજે મોદી મંત્રીમંડળમાં 43 સાંસદોનો સમાવેશ થશે. 43 સાંસદો સાંજે મંત્રીપદના શપથ લેશે. આ મંત્રીઓનું લિસ્ટ નીચે મુજબ છે.
નારાયણ રાણે, સર્વાનંદ સોનોવાલ, ડોક્ટર વિરેન્દ્ર કુમાર, જ્યોતિરાદિત્ય સિંધિયા, રામચંદ્ર પ્રસાદ સિંહ, અશ્વિની વૈષ્ણવ, પશુપતિ કુમાર પારસ, કિરણ રિજુજુ, રાજ કુમાર સિંઘ, હરદીપ સિંઘ પુરી, મનસુખ માંડવિયા, ભૂપેન્દર યાદવ, પરસોત્તમ રૂપાલા, જી.કિશન રેડ્ડી, અનુરાગ સિંહ ઠાકુર, પંકજ ચૌધરી, અનુપ્રિયા પટેલ, ડો.સત્યપાલ સિંઘ બઘેલ, રાજીવ ચંદ્રશેખર, શોભા કરંદલાજે, ભાનુ પ્રતાપ સિંહ વર્મા, દર્શના જરદોશ, મિનાક્ષી લેખી, અન્નપૂર્ણા દેવી, એ.નારાયણસ્વામી, કૌશલ કિશોર, અજય ભટ્ટ, બી.એલ. વર્મા, અજય કુમાર, ચૌહાણ દેવુસિંહ, ભગવંથ ખુબા, કપિલ પાટીલ, પ્રતિમા ભૌમિક, ડો.સુભાસ સરકાર, ભગવત કિશનરાવ કરદ, ડો.રાજકુમાર રંજન સિંહ, ડો.ભારતી પ્રવીણ પવાર, બિશેશ્વર ટુડુ, શાંતનુ ઠાકુર, ડો.મુંજપરા મહેન્દ્રભાઇ, જ્હોન બરલા, ડો.એલ મુરુગન, નિશિથ પ્રમાણિક સહિતના નેતાઓ મંત્રીપદના શપથ લેશે.
પુરુષોત્તમ રૂપાલા, અનુરાગ ઠાકુર, મનસુખ માંડવિયા, આર.કે. સિંહ, હરદીપ સિંહ પુરી, જી કિશન રેડ્ડી, કિરેન રિજિજૂ. બાબુલ સુપ્રિયોએ આપ્યું રાજીનામું, ટ્વીટ કરીને આપી માહિતી.
શિક્ષા રાજ્ય મંત્રી સંજય ધોત્રે, રાવ સાહેબ દાનવે, રતન લાલ કટારિયા, પ્રતાપ સારંગી અને દેવ શ્રી બેનર્જીએ કેન્દ્રીય મંત્રીમંડળમાંથી આપ્યું રાજીનામું.
સૂત્રોએ કહ્યું કે, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી હર્ષવર્ધને પણ મોદી મંત્રીમંડળમાંથી આપ્યું રાજીનામું.
મોદી મંત્રી મંડળમાં ગુજરાતમાંથી વધુ 3 સાંસદને મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે. દર્શનાબેન જરદોષને મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે, જ્યારે પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાએ પ્રમોશન મળી શકે છે. એટલે કે તેમને કેબિનેટમાં સ્થાન મળી શકે છે.
મોદી સરકારના મંત્રિમડળના વિસ્તરની વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. મોદી સરકારમાં હાલના બે મંત્રીઓએ પોતાના પદ પરથી રાજીનામા આપી દીધા છે. આ બે મંત્રી સંતોષ ગંગવાર અને રમેશ પોખરિયાલ છે.
ઉત્તરાખંડથી અજય ભટ્ટ, અનુરાગ ઠાકુર, ગોપીનાથ મુંડેના દીકરી પ્રિતમ મુંડે, એલજેપી નેતા પશુપતિ પારસ, ભુપેન્દ્ર યાદવ પણ પીએમ મોદીને મળવા માટે પીએમ આવાસ પહોંચ્યા છે.
નવી દિલ્હીથી ભાજપના સાંસદ મીનાક્ષી લેખી પણ પીએમને મળવા તેમના આવાસ પહોંચ્યા છે. કહેવાય છે કે તેઓ પણ મોદી મંત્રિમંડળમાં સામેલ થઈ શકે છે.
નેતાઓને ફોન કરીને મંત્રી બનાવાવની જાણ કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે દિલ્હીની બહાર હોય તો દિલ્હી આવે. જ્યારે જ્યોતિરાદિત્ય સિંધિયા, સર્બાનંદ સોનોવાલ અને નારાયણ રાણે સહિતના નેતા દિલ્હી પહોંચી ગયા છે.
બ્રેકગ્રાઉન્ડ
નવી દિલ્હી: નરેંદ્ર મોદી સરકારમાં મંત્રીમંડળનું વિસ્તરણ આજે એટલે કે બુધવારે સાંજે 6 વાગ્યે થશે. આ મંત્રીમંડળના વિસ્તરણ બાદ ભારતના ઈતિહાસમાં સૌથી યુવા મંત્રીમંડળ થઈ જશે. જણાવવામાં આવી રહ્યું છે કે આ વખતે યુવાઓને વધારે સ્થાન આપવામાં આવી રહ્યું છે.
કેવું હશે મંત્રીમંડળ ?
મંત્રીમંડળ વિસ્તારમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવામાં આવી રહ્યું છે. પ્રોફેશનલ, મેનેજમેન્ટ, MBA પોસ્ટ ગ્રેજ્યુએટ યુવાઓને સામેલ કરવામાં આવી રહ્યા છે. મોટા રાજ્યોને વધારે હિસ્સો આપવામાં આવી રહ્યો છે. બુંદેલખંડ, પૂર્વાંચલ, મરાઠવાડા, કોંકણ જેવા વિસ્તારોને ભાગીદારી આપવામાં આવી રહી છે.
મંત્રીમંડળમાં નાનામાં નાના સમાજને પ્રતિનિધિત્વ આપવામાં આવી રહ્યું છે. આ વખતે યાદવ,કુર્મી, જાટ, કહાર, પાસી, કોરી, લોધી વગેરે સમાજનું પ્રતિનિધિત્વ જોવા મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -