દિલ્લી:મુખ્યમંત્રી સાથે બેઠકમાં PM મોદીએ સૌથી પહેલા કોનું વેક્સિનેશન થશે તે મુદ્દે માહિતી આપી હતી. પીએમ મોદી કહ્યું કે, સૌથી પહેલાં ફ્રન્ટલાઇન વર્કર્સને કોરોના વેક્સીન લગાવવામાં આવશે. ત્યારબાદ સફાઇ કર્મીઓને રસી લગાવવામાં આવશે. ત્યારબાદ પોલીસકર્મીઓ, સુરક્ષાકર્મીઓ, સુરક્ષાબળોના જવાનોને રસી અપાશે. વેક્સિનેશનના બીજા તબક્કામાં 50 વર્ષ ઉપરના લોકો અને જે લોકો સંક્રમણ માટે વધુ સંવેદનશીલ છે, તેમને રસી લગાવવામાં આવશે.
હજું ચાર વેક્શિન પર કામ ચાલું
બેઠક દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું કે, હજું ચાર વેક્સિન પર કામ ચાલી રહ્યું છે. વેક્સિન માટેની જરૂરી પ્લાનિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચ સહિતની તમામ કામગીરી કેન્દ્રો દ્રારા રાજ્યોમાં કોર્ડિનેટ કરીને પૂર્ણ કરાશે. કેન્દ્ર સરકાર તરફથી સત્તાવાર રીતે સીરમ ઇંસ્ટીટ્યૂટ ઓફ ઇન્ડીયાને કોવિશીલ્ડ વેક્સીન સપ્લાઇ કરવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. એક કરોડ દસ લાખ ડોઝ સપ્લાઇ કરવાનો ઓર્ડર છે.
વેક્શિનેશન માટે COWIN એપ્લિકેશન પર રજિસ્ટ્રેશન
બેઠકમાં પીએમ મોદીએ વેક્સિન માટેની એપની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, આટલા મોટા પાયે વેકિસનને કરવાનું છે ત્યારે ડિજિટલ પ્લેફોર્મનો ઉપયોગ કરવો જરૂરી બની જાય છે. વેક્સિનેશન માટે COWIN એપ્લિકેશનમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે, આ પ્લેટફોર્મ દ્રારા વેક્સિનેશસનું સર્ટીફિકેટ પણ મળશે.
ગુજરાતમાં વેક્સિનને લઇને શું તૈયારી છે, તે મુદ્દે માહિતી અને વિગતો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપી હતી. વેક્સિનેશનના પ્રથમ તબક્કામાં 3 કરોડ ફ્રન્ટલાઇન કર્મચારીને પ્રાથમિકતા અપાશે.
મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં PM મોદી કહ્યું, ચાર અન્ય વેક્સિન પર કામ ચાલુ, કોને લાગશે પહેલા વેક્સિન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Jan 2021 06:37 PM (IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોવિડ-19ના વેક્સિનેશન અભિયાન મુદ્દે રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક યોજાઇ હતી. બેઠકમાં જણાવ્યું કે, 16 જાન્યુઆરીથી દેશમાં વેક્શિનેશન શરૂ થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -