જમ્મુ કાશ્મીરમાં ભારે બરફવર્ષા, હાઇ વે બંધ, રામબન પાસે પુલ તૂટતા પ્રવાસી ફસાયા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 11 Jan 2021 01:18 PM (IST)
જમ્મુ કાશ્મીરમાં સતત બરફવર્ષાના કારણે જનજીવન અસ્તવ્યત્ થઇ ગયું છે રામબન પાસે પુલ તૂટતા કેટલાક પ્રવાસીઓ જમ્મુમાં ફસાઇ ગયા છે. હાઇવે બંધ થતાં વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો છે.
જમ્મુ કાશ્મીરમાં સતત થઇ રહેલી બરફ વર્ષાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. બરફ વર્ષાના કારણે તાપમાનનો પારો ગગડતા હાડ થીજાવતી ઠંડીનો લોકો સામનો કરી રહ્યાં છે. રાજ્ય સરકારે આ વર્ષની બરફ વર્ષાને કુદરતી આફત જાહેર કરી છે. પુલ તૂટતા ટ્રાફિક જામ રવિવારે ભારે બરફ વર્ષાની વચ્ચે રામબનની પાસે પુલનો મોટો ભાગ તૂટી ગયો છે. પૂલ તૂટતા વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો છે. જેના કારણે અનેક પ્રવાસી જમ્મુમાં ફસાઇ ગયા છે. ભારે બરફ વર્ષાના કારણે પ્રવાસીઓને થોડા દિવસ જમ્મુમાં જ રોકાવું પડશે તેવી સ્થિતિ સર્જાઇ છે. રાજ્ય સરકારે બરફ વર્ષા માટે કોઇ પ્રિપ્લાન ન કર્યું હોવાનો આક્ષેપ પણ પ્રવાસીઓ કરી રહ્યાં છે. ઠંડા પવન સાથે બરફ વર્ષોનો કેર ઠંડા પવન અને સતત થઇ રહેલી બરફવર્ષાના કારણે જમ્મુ કાશ્મીરમાં જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે.ઠેર-ઠેર લોકો તાપણું કરીને ઠંડીથી રાહત મેળવવા કોશિશ કરી રહ્યાં છે. લોકો કામકાજ વિના બહાર જવાનું ટાળી રહ્યાં છે. સ્થાનિક લોકોના જીવન પર ઠંડી અને બરફ વર્ષાની અસર પડી છે.