17 મેના રોજ લોકડાઉનનો ત્રીજો તબક્કો પૂરો થઈ રહ્યો છે ત્યારે 11 મેના રોજ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પીએમ મોદીએ અંદાજે સવા 6 કલાક સુધી બેઠક કરી હતી. પીએમે 15 મે સુધી તમામ રાજ્યો પાસે બ્લૂપ્રિન્ટ માગી છે. કોરોના વિરૂદ્ધ લડાઈમાં જાન હૈ તો જહાનની વાત કહેનાર પીએમ મોદીએ જન સેવક જગ તકનો નારો આપ્યો છે. આ જ નારામાં લોકડાઉન 4નો સંકેત છુપાયેલો છે.
કેવું હશે લોકડાઉન-4?
સોમવારે મુખ્યમંત્રીઓને જ્યારે પીએમ મળ્યા તો આ મોટા સવાલનો સંકેત ખુદ પીએમે આપ્યો છે. આ બેઠકમાં પીએમે કહ્યું કે, મારું એવું માનવું છે કે બીજા તબક્કા દરમિયાન લોકડાઉન પહેલા તબક્કામાં જરૂરી ઉપાયોની જરૂરત ન હતી. તેવી જ રીતે ત્રીજા તબક્કામાં જરૂરી ઉપાયોની ચોથામાં જરૂરત નથી. બેઠકમાં પીએમે જે કહ્યું તે તેનાથી તો સ્પષ્ટ છે કે લોકડાઉન ફરીથી લંબાશે.
બેઠકમાં પીએમના નિવેદનની મોટી વાતો
- તમામ રસ્તા ફરીથી શરૂ કરવામાં નહીં આવે.
- માર્ત મર્યાદિત સંખ્યામાં જ ટ્રેન દોડશે.
- જ્યાં સુધી સારવાર નહીં મળે ત્યાં સુધી મોટું હથિયાર સોશિયલ ડિસ્ટન્સિંગ જ છે.
- 15 મે સુધી તમામ રાજ્યો બ્લૂ પ્રિન્ટ આપે.
પીએમના નિવેદનના સંકેતોનો સમજીએ અને સંક્રમણની ગતિ ઝડપથી નહીં વધે તો....
- 17 મે બાદ પણ લોકડાઉન ચાલુ રહી શકે છે.
- લોકડાઉન-4માં વધારે છૂટ મળી શકે છે.
- આર્થિક ગતિવિધિઓમાં વધારો થઈ શકે છે.
- રાજ્યોને લોકડાઉનમાં નિર્ણય લેવાના વધારે અધિકાર મળી શકે છે.