Independence Day 2025 PM Modi : લાલ કિલ્લા પરથી PM મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા ક્વચ સુદર્શન ચક્રની કરી જાહેરાત

79th Independence Day 2025 LIVE: ભારત આજે તેના 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યું છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીના લાલ કિલ્લા પરથી સતત 12મી વખત રાષ્ટ્રને સંબોધન કરશે.

Advertisement

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 15 Aug 2025 11:04 AM

બ્રેકગ્રાઉન્ડ

79th Independence Day 2025 LIVE:દેશ આજે 15  ઓગસ્ટ 2025 ના રોજ તેનો 79મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધિત કરશે....More

ટ્રમ્પના ટેરિફ પર લાલ કિલ્લા પરથી પીએમ મોદીનો સૌથી મોટો સંદેશ

સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાની પ્રાચીરથી પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાને સીધો સંદેશ આપ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, ખેડૂતો આપણા અર્થતંત્રમાં ઘણું યોગદાન આપે છે, તેમણે ભારતને અનેક ઉત્પાદનોનો ટોચનો ઉત્પાદક બનાવ્યું છે. ભારત ખેડૂતોના હિત સાથે સમાધાન કરશે નહીં, કોઈપણ હાનિકારક નીતિ સ્વીકારશે નહીં. કોઈપણ પ્રતિકૂળ નીતિથી ખેડૂતો અને માછીમારોના હિતોનું રક્ષણ કરવા માટે મોદી દિવાલની જેમ ઉભા છે. પ્રધાનમંત્રી મોદીએ આ વાત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફના સંદર્ભમાં કહી હતી.

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.