PM Modi Speech: પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના નવેમ્બર સુધી ચાલુ રહેશેઃ પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે. લૉકડાઉન થતાંજ સરકાર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના લઇને આવી, અને હવે આને નવેમ્બર સુધી લંબાવી લંબાવવામાં આવી રહી છે. આ યોજના અતંર્ગત દેશના 80 કરોડ લોકોને ખાદ્ય-અનાજની સમસ્યા ના પેદા થાય એની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 30 Jun 2020 04:42 PM

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, અહીં ચોમાસુ અને ત્યારબાદ ખાસ કરીને ખેતીમાં જ વધારે કામ થાય છે. અન્ય બીજા સેક્ટરોમાં થોડી સુસ્તી વધુ રહે છે. જુલાઇથી થોડો થોડો તહેવારોનો પણ માહોલ બનવા લાગશે, અને આગામી દિવસોમાં દેશમાં ઘણાબધા તહેવારો આવવાના છે, 5 જુલાઇએ ગુરુપૂર્ણિમા, બાદમાં ગણેશોત્સવ, દશેરા, દિવાળી જેવા તહેવારો આવી રહ્યાં છે.
પીએમ મોદીએ કહ્યું કે, એકબાજુ જોઇએ તો અમેરિકાની કુલ જનસંખ્યાથી અઢીગણા વધારે લોકોને, બ્રિટનની જનસંખ્યાથી 13 ગણા વધારે લોકોને અમારી સરકારે મફત અનાજ આપ્યુ છે, અને હવે આ વ્યવસ્થાને નવેમ્બરના અંત સુધી ચાલુ રાખવામાં આવી રહી છે.
પીએમ મોદીએ કહ્યું કે, છેલ્લા ત્રણ મહિનામાં 20 કરોડ ગરીબ પરિવારોના જનધન ખાતામાં સીધા 31 હજાર કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે, અને આ દરમિયાન 9 કરોડથી વધારે ખેડૂતોના બેન્ક ખાતામાં 18 હજાર કરોડ રૂપિયા જમા થયા છે. સરકારે પુરેપુરી વ્યવસ્થા કરી છે કે ગરીબો અને વંચિતોને આ કોરોના સંકટકાળમાં કોઇ તકલીફ ના પડે
પીએમ મોદીએ કહ્યું કે. લૉકડાઉન થતાંજ સરકાર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના લઇને આવી, અને હવે આને નવેમ્બર સુધી લંબાવી લંબાવવામાં આવી રહી છે. આ યોજના અતંર્ગત દેશના 80 કરોડ લોકોને ખાદ્ય-અનાજની સમસ્યા ના પેદા થાય એની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
પીએમ મોદીએ કહ્યું કે, લૉકડાઉન દરમિયાન દેશની સર્વોચ્ચ પ્રાથમિકતા રહી કે એવી સ્થિતિ ના આવે કે કોઇ ગરીબના ઘરમાં ચૂલો ના સળગે. કેન્દ્ર સરકાર હોય કે રાજ્યના સરકારો હોય, સિવિલ સોસાયટીના લોકો હોય કે કોઇપણ, તમામે પુરો પ્રયાસ કર્યો કે આપણા દેશના ગરીબો ભૂખ્યા ના રહે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના નામે સંબોધન કરી રહ્યાં છે. તેમને શરૂઆતમાં કહ્યું કે, કોરોના સંકટકાળમાં પણ ભારતની સ્થિતિ અન્ય દેશોની સરખામણીમાં ઘણી સારી છે. દેશમાં સતર્કતા વધુ જરૂરી છે, આપણે અનલૉકના સમયમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ.
પીએમ મોદી દેશનો સંબોધિત કરી રહ્યાં છે. દેશમાં કોરોનાને લઇને સંબોધિત કરી રહ્યાં છે.
પીએમ મોદી દેશનો સંબોધિત કરી રહ્યાં છે. દેશમાં કોરોનાને લઇને સંબોધિત કરી રહ્યાં છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન પહેલા રાહુલ ગાંધીએ તેમના પર નિશાન સાધ્યુ છે, અને કહ્યું કે, સરકાર ન્યાય યોજનાને તરતજ લાગુ કરે અને ગરીબોના ખાતમાં તાત્કાલિક 7500 રૂપિયા નાંખે. તેમને પીએમ મોદીને ફરીથી સવાલ પુછ્યો કે શું ચીને ભારતની પવિત્ર ધરતી પર કબજો જમાવ્યો છે, તો તેના વિશે દેશને બતાવે.

પીએમ મોદી કોરોના કાળમાં આ પહેલા પણ દેશને કેટલીય વાર સંબોધિત કરી ચૂક્યા છે. સૌથી પહેલા 19 માર્ચે તેમને કોરોના સંકટને લઇને દેશને સંબોધિત કર્યા હતા. તે દિવસે 22 માર્ચે જનતા કરફ્યૂની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ 24 માર્ચે રાત્રે 8 વાગે પૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરી હતી, જે 25 માર્ચથી 14 એપ્રિલ સુધી હતુ.
પીએમના સંબોધન પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, તે સૌને અપીલ કરે છે કે આજે પીએમ મોદીનુ સંબોધન જરૂર સાંભળે
પીએમના સંબોધન પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, તે સૌને અપીલ કરે છે કે આજે પીએમ મોદીનુ સંબોધન જરૂર સાંભળે
આજે સાંજે ચાર વાગે પીએમ મોદી દેશને સંબોધિત કરવા જઇ રહ્યાં છે. પીએમ પોતાના સંબોધનમાં કેટલાક ખાસ મુદ્દાઓ પર વાત કરી શકે છે. હવે જોવાનુ એ છે કે પીએમ ચીનની ચાલબાજી કે પછી કોરોનાના કેર વિશે વાત કરે છે.
કોરોના ઉપરાંત દેશ પણ સરહદ પર ચીનનાં આક્રમણનો સામનો કરી રહ્યો છે. 15 જૂને, ગલવાન ખીણમાં ભારત-ચીન સૈનિકો વચ્ચેની હિંસક અથડામણમાં 20 સૈનિકો શહિદ થયા હતાં.

ચીનનાં પણ ઘણા સૈનિકોને જાનહાનિ થઇ હતી. આ અંગે દેશમાં ભારે રોષ છે. વિપક્ષ પણ સરકાર પાસે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે દેશ હાલમાં કોરોના સામે જંગ લડી રહ્યો છે. એક તરફ, દેશમાં કોરોના વાયરસના ચેપના કેસો ઝડપથી વધી રહ્યા છે. દેશમાં કોરોના ચેપની સંખ્યા 5 લાખને વટાવી ગઈ છે.
એક દિવસમાં હવે લગભગ 20 હજાર કેસ સામે આવી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે વડા પ્રધાન દેશને કહી શકે છે કે કોરોના સામેનાં યુદ્ધની રણનીતિ શું છે.
પીએમઓ ઇન્ડિયાના ટ્વિટર હેન્ડલ પર આ વાતની જાણકારી આપતું ટ્વીટ કરવામાં આવ્યું છે જેમાં સૂચના આપવામાં આવી છે કે, આજે સાંજે 4 કલાકે પીએમ મોદી રાષ્ટ્રને નામ મેસેજ આપશે.

બ્રેકગ્રાઉન્ડ

પીએમ મોદીએ કહ્યું કે. લૉકડાઉન થતાંજ સરકાર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના લઇને આવી, અને હવે આને નવેમ્બર સુધી લંબાવી લંબાવવામાં આવી રહી છે. આ યોજના અતંર્ગત દેશના 80 કરોડ લોકોને ખાદ્ય-અનાજની સમસ્યા ના પેદા થાય એની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.