નવી દિલ્હી: એબીપી ન્યૂઝને સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી ફરી એક વખત પ્રોટોકોલ તોડીને વિદેશી મહેમાનનું સ્વાગત પોતે એરપોર્ટ પર હાજર રહી કરશે. ભારત પ્રવાસ પર આવી રહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પીએમ મોદી પોતે એરપોર્ટ પર લેવા માટે જશે.
ઉલ્લેખનીય છે કે ભારત પ્રવાસ પર આવી રહેલા ટ્રમ્પ સૌથી પહેલા 24 તારીખે ગુજરાતના શહેર અમદાવાદ પહોંચશે. ટ્રમ્પ ત્યાં પીએમ મોદી સાથે દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ધાટન કરશે. અમેરિકી રાષ્ટ્રપતિના સ્વાગત માટે એરપોર્ટથી લઈને સ્ટેડિયમ સુધી લાખોની સંખ્યામાં લોકો હાજર રહેશે. ટ્રમ્પ અહીંથી પીએમ મોદી સાથે ગાંધી આશ્રમ પણ જશે.
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આ પહેલા પણ પ્રોટોકોલ તોડીને વિદેશી મહેમાનોનું સ્વાગત કરી ચૂક્યા છે. આ પહેલા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને પણ પીએમ મોદી એરપોર્ટ પર રિસીવ કરી ચૂક્યા છે. આ પહેલા સાઉદી પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને પણ પ્રધાનમંત્રી એરપોર્ટ પર લેવા માટે ગયા હતા. આ સાથે ઈઝરાયલના પ્રધાનમંત્રી બેંઝામિન નેતન્યાહૂ અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મૈક્રોં પણ સામેલ છે.
પ્રધાનમંત્રીએ એક વખત પોતે જણાવ્યું હતું કે તેઓ આમ આદમી છે અને તેમને પ્રોટોકોલ સમજમાં નથી આવતું. એક વખત પીએમ મોદી પ્રોટોકોલ તોડીને પાકિસ્તાનના તત્કાલીન પ્રધાનમંત્રી નવાઝ શરીફ સાથે પણ મુલાકાત કરી હતી.
PM મોદી ફરી તોડશે પ્રોટોકોલ, અમદાવાદ એરપોર્ટ પર જઈ કરશે રાષ્ટ્રપતિ ટ્રમ્પનું સ્વાગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Feb 2020 11:00 PM (IST)
ભારત પ્રવાસ પર આવી રહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પીએમ મોદી પોતે એરપોર્ટ પર લેવા માટે જશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -