નવી દિલ્હીઃ અયોધ્યામાં દિવાળી બાદ આજે ઉત્તર પ્રદેશ સરકાર વારાણસીમાં દેવ દિવાળીનુ ભવ્ય આયોજન કરવાની તૈયારીમાં છે. વળી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેવ દિવાળીના તહેવાર પ્રસંગે પોતાના સંસદીય વિસ્તારમાં આવી રહ્યાં છે. દેવ દિવાળીના પ્રસંગે વડાપ્રધાન મોદીની સાથે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ તેમના સ્વાગતમાં વારાણસીમાં હાજર રહેશે. કહેવાઇ રહ્યું છે કે આ વખતે દેવ દિવાળીના પ્રસંગે રેકોર્ડ 11 લાખ દિવડા પ્રગટાવવામાં આવશે.


આ વખતે દેવ દિવાળીના પ્રસંગે વડાપ્રધાન મોદીના આગમનની સાથે આનુ ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. આ માટે વારાવસીના ચેતસિંહ ઘાટ પર ભવ્ય લેજર શૉ પણ કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે 2 વાગેને 10 મિનીટે વારાણસીના બાબતપુર એરપોર્ટ પર પહોંચશે, આ માટે જિલ્લા તંત્રે સુરક્ષા વ્યવસ્થા કડક કરી દીધી છે. પીએમના આગમનને લઇને લોકનિર્માણ, પર્યટન, નગર નિગમ સહિત અન્ય વિભાગોને નિર્દેશ જાહેર કરી દીધો છે.

ઉલ્લેખનીય છે કે આ વખતે કાર્તિક પૂર્ણિમાં પર પવિત્ર નદીઓના સ્નાનનુ વિશેષ મહત્વ હોય છે. જોકે આ વખતે દિવાળી બે દિવસ છે એટલા માટે દેવ દિવાળી 29 નવેમ્બરે ઉજવાશે. આ પ્રસંગે લોકો ગંગા, યમુના જેવી પવિત્ર નદીઓમાં આસ્થાની ડુબકી મારશે.