નવી દિલ્હી: દિલ્હીમાં હવે જ જલ્દીજ ઓટોમેટેડ ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેન દોડતી નજર આવશે. 37 કિલોમીટર લાંબી મજેન્ટા લાઈન પર આ મેટ્રો સેવા જનકપુરી વેસ્ટથી લઈને બોટોનિકલ ગાર્ડન સુધી દોડશે. જે દેશની પ્રથમ ડ્રાઈવર વગરની મેટ્રો ટ્રેન હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 ડિસેમ્બરે આ ડ્રાઈવરલેશ મેટ્રોનું ઉદ્ઘાટન કરશે. તેની સાથે પીએમ મોદી એરપોર્ટ એક્સપ્રેસ લાઈન માટે નેશનલ કોમન મોબિલીટી કાર્ડ પણ લોન્ચ કરશે.

તેની સફળતા બાદ આગળ પણ અન્ય રૂટ્સ પર તેને લંબાવવાનો પ્રયાસ DMRC દ્વારા કરવામાં આવશે. દિલ્હી મેટ્રોની ડ્રાઈવરલેશ ટ્રેનની શરુઆત કરવાની કવાયત હાઈટેક તકનીકથી સજ્જ હશે. કમ્યુનિકેશન બેઝ્ડ ટ્રેન કંટ્રોલની તકનીકી મદદથી આ ટ્રેન જલ્દીજ ડ્રાઈવર વગર ટ્રેક પર દોડશે.



DMRCના અધિકારી અનુસાર પિંક લાઈન અને મજેન્ટા લાઈનની શરુઆતથી જ ડ્રાઈવર લેસ ટેકનિક સાથે ટ્રેક પર ઉતરી હતી. 2017માં જ મજેન્ટા લાઈનની શરુઆત ડ્રાઈવર લેસ ટેકનિકથી યુક્ત ટ્રેનો સાથે થઈ હતી. પરંતુ અત્યાર સુધી ડ્રાઈવરની મદદથી જ ટ્રેનો ઓપરેટ કરવામાં આવતી હતી. ટ્રેનને અત્યાર સુધી ડ્રાઈવર જ સ્ટાર્ટ કરતા આવ્યા છે, જેના બાદ ટ્રેન સીબીટીસી ની ટેકનિકથી દોડતી હતી.