નવી દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના આમંત્રણ પર સોમવારથી ત્રણ દિવસની ફ્રાંસની મુલાકાતે જશે. તેઓ 11 ફેબ્રુઆરીએ મેક્રોન સાથે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) એક્શન સમિટની સહ-અધ્યક્ષતા કરશે. AI સમિટ પછી PM મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન ભારત-ફ્રાન્સ CEO ફોરમને સંબોધિત કરશે. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત પણ થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના આમંત્રણ પર સોમવારથી ત્રણ દિવસની ફ્રાંસની મુલાકાતે જશે. તેઓ 11 ફેબ્રુઆરીએ મેક્રોન સાથે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) એક્શન સમિટની સહ-અધ્યક્ષતા કરશે. AI સમિટ પછી PM મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન ભારત-ફ્રાન્સ CEO ફોરમને સંબોધિત કરશે.
ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ આપશે
પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત પણ થશે. 12 ફેબ્રુઆરીએ બંને નેતાઓ પ્રથમ વિશ્વયુદ્ધમાં બલિદાન આપનાર ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપશે. બંને નેતાઓ સંયુક્ત રીતે માર્સેલીમાં ભારતના કોન્સ્યુલેટ જનરલનું ઉદ્ઘાટન કરશે. PM મોદી ફ્રાન્સથી અમેરિકા જશે.
એઆઈના જોખમો પર વાત થશે
એપી અનુસાર, વિશ્વભરના નેતાઓ AIના પડકારો અને જોખમો વિશે વિચાર કરશે. સમિટનો ઉદ્દેશ્ય ટેકનોલોજીના અસંખ્ય જોખમોને સંબોધવા અને દરેકને લાભ આપવા માટે AI ની સંભવિતતાનો ઉપયોગ કેવી રીતે કરવો તે શોધવાનો છે.
સમિટમાં આ દિગ્ગજ રહેશે ઉપસ્થિત
યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ પદ સંભાળ્યા બાદ તેમની પ્રથમ વિદેશ યાત્રા કરી રહ્યા છે. તેઓ પેરિસ એઆઈ સમિટમાં ભાગ લેશે, જ્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ તેમના ખાસ દૂત મોકલશે. ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેન, માઈક્રોસોફ્ટના પ્રમુખ બ્રેડ સ્મિથ અને ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ સહિત 80 દેશોના અધિકારીઓ અને સીઈઓ સાથે યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વાન ડેર લેયેન હાજરી આપી રહ્યા છે.
AI પર ચીન અને અમેરિકા વચ્ચે નવો સંઘર્ષ
યુકેમાં 2023 સમિટમાં, 28 દેશોએ AI જોખમોનો સામનો કરવા માટે બિન-બંધનકારી પ્રતિજ્ઞા લીધી હતી. આ કોન્ફરન્સ એવા સમયે થઈ રહી છે જ્યારે ચીનના પોસાય તેવા AI ટૂલ ડીપસીકે બેઈજિંગ અને વોશિંગ્ટન વચ્ચે ટેકનોલોજીકલ સર્વોપરિતાને લઈને ભૌગોલિક રાજકીય સંઘર્ષને વધારી દીધો છે.