ભારતના મહાન દોડવીર મિલ્ખા સિંહ કોરોના વાયરસના સંક્રમણ સામે લડી રહ્યા છે. મિલ્ખા સિંહની તબિયત હાલ સ્થિર છે. ચંદિગઢની પી.જી.આઈ.એમ.ઈ.આર અધ્યક્ષ અશોક કુમાર જણાવ્યું કે  કોરોના હોવાના કારણે ગઈકાલે અહીં તેમને દાખલ કરવામાં આવ્યા હતા. તેમની સ્થિતિ સ્થિર છે. 



91 વર્ષીય મિલ્ખા સિંહનો  કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ  આવ્યો હતો. આ પછી તેઓ ચંદીગઢ સ્થિત પોતાના ઘરે આઇસોલેટ થઈ ગયા હતા. 


મીડિયા રિપોર્ટનુસાર ગુરુવારે બપોર બાદ ફ્લાઈંગ શિખ તરીકે ઓળખાતા મિલ્ખા સિંહની તબીયત બગડવા લાગી હતી. તેઓનુ ઓક્સીજન લેવલ ઘટવા લાગતા તેઓને આઈસીયુમાં ખસેડી તેમની સારવાર કરવામાં આવી રહી છે. મિલ્ખા સિંહને ચંદીગઢની સ્થાનિક પી.જી.આઈ.એમ.ઈ.આર  કોવિડ હોસ્પીટલમાં સારવાર અપાઇ રહી છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના મહાન દોડવીર મિલ્ખા સિંહ  સાથે શુક્રવાર વાત કરીને તેમના સ્વાસ્થ્ય અંગે ખબર પૂછ્યા હતા. આ દરમિયાન તેમણે મિલ્ખા સિંહને ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના પણ કરી હતી.