નવી દિલ્લીઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મંગળવારે સાંજે 6 વાગ્યે દેશને સંબોધનવ કરવાના છે. મોદીએ પોતે આ અંગે ટ્વિટ કરીને માહિતી આપી છે. મોદીએ ટ્વિટમાં લખ્યું છે કે, આજે છ વાગ્યે રાષ્ટ્રના નામે સંદેશો આપીશું. આપ બધાં ચોક્કસ જોડાઓ.


મોદી તેમના સંબોધનમાં શું જાહેરાત કરશે તે અંગે અટકળો ચાલી રહી છે. પહેલી અટકળ એવી છે કે, મોદી કોરોનાની રસી અંગે કોઈ મોટી જાહેરાત કરશે. બીજી અટકળ એવી છે કે, મોદી નવા આર્થિક પેકેજની જાહેરાત કરશે. ત્રીજી અટકળ એવી છે કે, હવે મોદી લોકડાઉનને સંપૂર્ણપણે ઉઠાવી લેવાનું એલાન કરીને દેશને 1 નવેમ્બરથી ટોટલ અનલોક કરવાની જાહેરાત કરશે.


કોરોના રોગચાળ ફાટી નિકળ્યો પછી દેશના લોકોને મોદીનું આ સાતમું સંબોધન હશે. આ અગાઉ છેલ્લે તેમણે 30 જૂને દેશને સંબોધન કર્યું હતું. મોદી 30 જૂને 17 મિનિટ બોલ્યા હતા અને આર્થિક પેકેજની જાહેરાત કરી હતી.