નવી દિલ્હીઃ ભદોહીના બાહુબલી ધારાસભ્ય વિજય મિશ્રાની મુસીબત વધી શકે છે. તેમની સામે લૂંટ, હત્યા સહિત અન્ય આરોપો અત્યાર સુધીમાં લાગ્યા હતા પરંતુ હવે તેમના પર રેપનો આરોપ લાગ્યો છે. ધારાસભ્ય પર વારાણસીની ગાયિકા વીડિયો કોલિંગ પર અશ્લીલ હરકત કરતા હતા. પીડિતાએ પોલીસને વીડિયો ક્લિપ, વોટ્સએપ ચેટિંગ અને સ્ક્રીનશોટ આપ્યા છે. જેને પોલીસ ચાર્જશીટમાં દાખલ કરીને કોર્ટમાં પૂરાવાના રૂપમાં રજૂ કરશે.


વારાણસીની સિંગરે ધારાસભ્ય પર આરોપ લગાવતાં કહ્યું કે, વિજય મિશ્રા 2014માં રેપ બાદ સતત વીડિયો કોલ પર ન્યૂડ થવાની જીદ કરતા હતા. આમ નહીં કરવા પર પીડિતાને જાનથી મારવાની ધમકી આપતો હતો. પીડિતાએ જણાવ્યું કે, આ દરમિયાન ધારાસભ્ય પણ ન્યૂડ થતા હતા અને વીડિયો કોલ કરીને મને પણ ન્યૂડ થવાની જીદ કરતા હતા.

પીડિતાએ કહ્યું, આટલા દિવસો સુધી હું ડરના કારણે ચૂપ રહી પરંતુ હવે જ્યારે આજે તે જેલમાં ગયા છે ત્યારે હિંમત કરીને તેની સામે કેસ કર્યો છે. તમામ છોકરીઓએ અવાજ ઉઠાવવો જોઈએ, જેથી કરીને આવા રાક્ષસ અને મહિષાસુરનો નાશ થાય. ભદોહી ઉપરાંત પ્રયાગરાજ અને વારાણસીની એક હોટલમાં વિજય મિશ્રાએ બળાત્કાર કર્યો હતો. જ્યારે હું વિજય મિશ્રાના ફોન નહોતી ઉપાડતી ત્યારે ધારાસભ્યૃના લોકો મારા ઘરે આવીને ધમકાવતા હતા તેમ જણાવ્યું હતું.



પીડિતાએ આરોપ લગાવ્યો કે, ધારાસભ્યએ તેની અશ્લીલ વીડિયો ક્લિપ પણ બનાવી લીધી હતી અને તેના સહારે બ્લેકમેલ કરતો હતો. પોલીસના કહેવા મુજબ ફરિયાદમાં જે આરોપ લગાવવામાં આવ્યા છે તેની તપાસ કરવામાં આવી રહી છે. સ્ક્રીનશોટની ફોરેસિંક તપાસ કરાશે.

70થી વધુ ગુનાહિત મામલાના આરોપી ધારાસભ્ય પર પ્રથમ વખત દુષ્કર્મનો આરોપ લાગ્યો છે. જેમાંથી હાલ 15 મામલા કોર્ટમાં છે. પરંતુ હવે તેના ગુનાહિત રેકોર્ડમાં દુષ્કર્મનો મામલો પણ ઉમેરાઈ ગયો છે.