નવી દિલ્હી : દેશભરમાં રમઝાનનો પવિત્ર મહિનો શનિવારથી શરુ થઈ ગયો છે. દિલ્હી સહિત દેશના અલગ-અલગ ભાગમાં શુક્રવારે સાંજે રમઝાનનો ચાંદ જોવા મળ્યો હતો. ત્યારે આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને રમઝાનની શુભકામના પાઠવી છે. પીએમ મોદીએ કહ્યું કે, આપણે કોરોના વાયરસ સામેની લડાઇ જરુર જીતીશું.

પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે, “રમઝાન મુબારક ! હું બધાની સુરક્ષા, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની દુઆ માગું છું. આ પવિત્ર મહિનો દયા, ભાઈચારા અને કરુણાને પ્રસારિત કરે.
આપણે કોવિડ-19 સામે ચાલી રહેલી લડાઇમાં જીત મેળવીએ અને એક સ્વસ્થ વિશ્વ બનાવવામાં સફળ થઈએ.



દિલ્હીના ફતેહપુરી મસ્જિદના શાહી ઇમામ મુફ્તિ મુકર્રમ અહમદે કહ્યું કે, “હું જાહેરાત કરું છું કે દિલ્હીમાં કાલે પ્રથમ રોઝો રહેશે. ઉલેમાએ કોરોના વાયરસને જોતા મુસ્લિમ સમુદાયને ઘરમાં રહીને ઇબાદદ કરવાની અપીલ કરી છે.